પોરબંદર : પોરબંદરમાં મધ દરિયે યુવાનો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રગાન બાદ સલામી આપીને રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો છે. પોરબંદરનાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટનાં દિવસે છેલ્લા ઘણાં વર્ષોથી મધદરિયે જઇ અને ધ્વજવંજન કરવામાં આવે છે