

રાજકોટમાં રૂખડીયા-ભગવતીપરાને જોડતા બેઠા પૂલ પાસે નદી કાંઠેથી અજાણ્યા માસુમ બાળકનું માથુ વઢાયેલુ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. હત્યારાએ માસુમનો બલી ચઢાવ્યો હોય તેવી શંકા સેવાઇ રહી છે. આ ઘટનાને આટલા દિવસ વીતી ગયા છતાંપણ આ બાળક કોઇપણ ચોક્કસ માહિતી મળી નથી. જેમાં પોલીસ તપાસમાં કુબલિયાપરામાં સાધુના સ્મશાન પાસે રહેતો અશોક ઉર્ફે સમોસો મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.13) ગત તા.4થી ગુમ થઇ ગયો હતો. માથું અશોક ઉર્ફે સમોસાનું હોવાની પોલીસને દૃઢ શંકા દર્શાવી હતી. પરંતુ ગુમ થયેલ અજય ઉર્ફે સમોસો જીવિત મળતા પોલીસ દિશાવિહીન બની છે.


પોલીસ ગુજરાતભરમાંથી ગુમ થયેલા બાળકોની યાદી મંગાવી તપાસ હાથ ધરશે. આ ઉપરાંત વિજ્ઞાન જાથાની મદદથી તાંત્રિક વિદ્યા કરતા લોકોના સ્થળે દરોડા પાડશે.


મહત્વનું છે કે સામાજીક સંસ્થઆ દ્વારા આરોપીની બાતમી આપનારને 1લાખ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. આ પહેલા પોલીસે પણ હત્યારાઓની બાતમી આપનારને ઇનામ આપવાની વાત કરી હતી.


મળેલું માથું બાળકનું છે કે બાળકીનું તે સ્પષ્ટ કરાવવા પોલીસે ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો. તેમાં માથું 10થી 12 વર્ષની વયના બાળકનું હોવાનું ખુલ્યું હતું. બાળકની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે લાપતા બાળકોની યાદી પર તપાસ શરૂ કરી હતી.


કુબલિયાપરામાં ભાઇ અને મોટાબાપુ સાથે રહેતો અશોક ઉર્ફે સમોસો મનસુખભાઇ રાઠોડ(ઉ.વ.13) ગત તા.4ના દૂધ અને ખાંડ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નહોતો. રાઠોડ પરિવારે તેની તપાસ શરૂ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહોતો, દરમિયાન નદીના પટમાંથી બાળકનું માથું મળી આવ્યું હતું અને તે માથું લાપતા સમોસાનું હોવાની શંકા સેવાઇ રહી હતી. પોલીસ એ દિશામાં તપાસ કરતી હતી ત્યાં રવિવારે સમોસો આટકોટથી હેમખેમ મળી આવ્યો હતો.