1/ 6


ગુજરાત પોલીસ નશાબંધીના કડક અમલીકરણ માટે જોર લગાવતા બુટલેગરો દારૂ લાવવા અવનવા કીમિયા અજમાવતા હોય છે, આવી જ એક તરકીબને ભરૂચ પોલીસે નિષ્ફળ બનાવી હતી. જેમાં બસમાં મુસાફરોની જગ્યાએ દારૂ લાવવામાં આવી રહ્યો હતો. ભરૂચ પોલીસે 120 પેટી દારૂ ઝડપી પાડયો હતો. (જય વ્યાસ, ભરૂચ)
2/ 6


સામાન્ય રીતે મુસાફરોને તકલીફ ન પડે તે માટે પેસેન્જર વાહનનું કડક ચેકીંગ કરતી નથી, પરંતુ બૂટલેગરો આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. આવો એક જ ભેજાબાજ બૂટલેગર પોલીસ હથ્થે ચડી ગયો.
3/ 6


પેસેન્જર મીની બસમાં દારૂની ખેપ મારતી એક બસને ભરૂચ પોલીસે ઝડપી પાડી. સુરતથી વડોદરા તરફ મિનિ બસમાં દારૂ લાવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે ઉપર વાહન ચેકીંગ શરુ કર્યું હતું.