

મુંબઇના ઘાટકોપર વિસ્તાર પાસે ચાર્ટર્ડ ક્રેશ થઇ ગયું જેમાં પાયલટ સહિત પાંચ લોકોનાં મોત થયા. આ પ્લેને જુહુ હેલિપેડથી ઉડાન ભરી હતી, તો ટેક ઓફ કરતાં પહેલા પ્લેનના પાયલટે શ્રીફળ વધેરી પ્રસાદ વેચ્યો હતો. જો કે ઉડાન ભર્યાને થોડી જ ક્ષણોમાં પ્લેન ક્રેશ થઇ ગયું હતું.


પ્રાથમિક વિગત પ્રમાણે આ પ્લેન એરક્રાફ્ટ UV એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું કિંગ એર C-90 VT-UPZ હતું. રહેણાક વિસ્તારમાં ક્રેશ થવાને કારણે પાંચ લોકોનાં મોત થયા, જેમાં 4 લોકો પ્લેનમાં સવાર હતા, જ્યારે ઘટનાસ્થળેથી પસાર થઇ રહેલા એક રાહદારીનું પણ મોત થયું છે.


બચાવદળને પ્લેનનું બ્લેકબોક્સ મળી ગયું છે જેના આધારે પ્લેન ક્રેશ કેમ થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘટનામાં 2 મહિલાના મોત થયા છે જે પ્લેનની ક્રૂ મેમ્બર હતી.


કહેવામાં આવી રહ્યું છે કે પ્લેને ટેસ્ટિંગ માટે જુહુ એરબેસથી ઉડાન ભરી હતી, પરંતુ ઘાટકોપરના સર્વોદય નગરમાં બપોરે દોઢ વાગ્યાની આસપાસ ક્રેશ થઇ ગયું હતું. આ પ્લેન યુ વાઇ કંપનીના માલિક ઉદય કોઠારી અને પ્રદીપ કોઠારીનું છે, જે ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છે, જુહુ મુંબઇમાં તેમનો બંગલો છે, કોઠારી બ્રધર પાન પરાગ પાનમસાલાને લઇને જાણીતા છે.


આ પ્લેન પહેલા ઉત્તર પ્રદેશ સરકારનું હતું પરંતુ બાદમાં તેને મુંબઇના એવિએશનને વેચી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્લેન અગાઉ પણ અલાહાબાદમાં દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું