Home » photogallery » panchmahal » Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

women's day: પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ સંગીતની દુનિયામાં મસ્ત બની કલેક્ટર બનવાની ખેવનાઓ વ્યક્ત કરતી હેપ્પી દેસાઈના જીવનની કહાની

 • 15

  Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

  રાજેશ જોશી, ગોધરા: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગોધરાની પ્રજ્ઞાચક્ષુ કિશોરી અને બે વાર પંચમહાલ આઇડોલનો ખિતાબ મેળવી ચૂકેલી હેપ્પી દેસાઈ પણ સમાજમાં નાસીપાસ થતી યુવતીઓ અને મહિલાઓ માટે એક પ્રેરણાદાયી જીવંત દ્રષ્ટાંત બની છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પણ હાલ સંગીતની દુનિયામાં મસ્ત બની કલેક્ટર બનવાની ખેવનાઓ વ્યક્ત કરતી હેપ્પી દેસાઈની જીવનની કહાની, જોઈએ આવો આ વિશેષ અહેવાલમાં...

  MORE
  GALLERIES

 • 25

  Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

  કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને ગોધરાની એક પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈ સાર્થક કરી રહી છે. જિંદગીના જંગમાં કાયર બની આત્મહત્યા સુધી પ્રેરાઈ જતાં નાસીપાસ થતાં વ્યક્તિઓ માટે હેપ્પી દેસાઈ પ્રેરણા સ્તોત્ર કહી શકાય એમ છે. જે જન્મથી જ દ્રષ્ટિહીન છે અને દ્રષ્ટિહીન હોવા છતાં પણ ઈશ્વરે એને દિવ્યદ્રષ્ટિથી નવાજી છે કે આજે તેને વિવિધ ક્ષેત્રમાં અનેક સિદ્ધિ મેળવી પોતાનું અને પોતાના માતા-પિતાનું અને સમગ્ર પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. અંધકારમય દુનિયામાં સફળ જિંદગી વ્યતિત કરતી હેપ્પી દેસાઈના જીવનના સફરની કહાની પણ કંઈક અલગ જ છે. હેપ્પીને કુદરતે ભલે આંખોની રોશની નથી આપી પરંતુ એ સિવાય એનામાં અખૂટ શક્તિઓનો ખજાનો ભરી દીધો છે.

  MORE
  GALLERIES

 • 35

  Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

  આજે આપણે ગોધરામાં વર્ષ 2005માં જન્મેલી દીકરીની વાત કરી રહ્યા છે. જેનું નામ હેપ્પી દેસાઈ છે. ગોધરાની જૈન સમ્રાટ સોસાયટીમાં રહેતા વિનોદ દેસાઈ અને રસીલાબેન દેસાઈ બન્ને પ્રાથમિક શાળામાં શિક્ષિક તરીકે ફરજ બજાવે છે. તેમના જીવનની ખાસ વાત તેમની દીકરી હેપ્પી દેસાઈ છે. હેપ્પી હાલ 18 વર્ષની છે અને તે જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. હાલ હેપ્પી દેસાઈ પોતે એક ઉચ્ચ કક્ષાની સિંગર તરીકે તેની નામના કરી રહી છે. હેપ્પીનો જન્મ વર્ષ 2005માં થયો ત્યારે માતાપિતા બહુ જ ખુશ હતા, પણ જ્યારે ખબર પડી કે હેપ્પી દૃષ્ટિહીન છે ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. થોડા નાસીપાસ પણ થયા પરંતુ મનોબળ મજબૂત કરી ઈશ્વરની દેન સમજી આ પડકારનો સામનો કરવાનો મનમાં સંકલ્પ કરી હેપ્પીનો ઉછેર સામાન્ય બાળકની જેમ લાડકોડથી કર્યો. 

  MORE
  GALLERIES

 • 45

  Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

  હેપ્પી જેમ-જેમ મોટી થતી ગઈ તેમ તેમ એનામાં પણ આત્મવિશ્વાસનો સંચાર થયો. એની આંખના રોશની એના માતાપિતા બન્યા અને પોતાની દીકરીને કોઈ પ્રજ્ઞાચક્ષુની શાળામાં ન મુકતા સામાન્ય બાળકો જેમ ભણતા હોય છે, એવી જ શાળામાં હેપ્પીને અભ્યાસ મેળવવામાં માટે મોકલવામાં આવી હતી. હેપ્પી એ પ્રથમ વખત સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી ત્યારે શાળાના એન્યુઅલ ફંક્શનમાં પ્રથમ વખત ગીત ગાવ્યું હતું અને જેમાં તેણે પ્રથમ નંબર મેળવ્યો હતો. હેપ્પીએ ત્યારથી સંગીતની દુનિયામાં એક ડગ માંડ્યું હતું અને આજે હેપ્પી સમગ્ર રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ પોતાના સૂરીલા અવાજથી અનેક સિદ્ધિઓ મેળવી રહી છે. હેપ્પીએ બૃહદ સંગીત સમિતિ દ્વારા લેવામાં આવતી ગાયનવાદની અનેક પરીક્ષાઓ પાસ કરી છે. હેપ્પીએ સામાન્ય શાળામાં અભ્યાસ કરીને સંગીત સ્પર્ધામાં ભાગ લઈને અનેક પ્રથમ પારિતોષિક પણ મેળવ્યા છે અને આ સિલસિલો આજે પણ જારી જ છે. હેપ્પીએ આજ દિન સુધી વોઇસ ઓફ પંચમહાલ, બાળગીત, દેશભક્તિ, પંચમહાલ આઈડિયલ, કિડ્સ કાર્નિવલ, અખિલ ભારતીય સંગીત સ્પર્ધામાં, બ્રેઇલ લેખન અને વાંચન સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓમાં પારિતોષિક મેળવ્યા છે, પાવગઢમાં યોજાયેલ પંચમહોત્સવ માં પાર્થિવ ગોહિલ સાથે આ જ ગીત "' મારી લાડકી "ના સુર રેલાવી લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, હજી તો બીજી પણ ઘણી સિદ્ધિઓ હેપ્પી એ પ્રાપ્ત કરે છે.

  MORE
  GALLERIES

 • 55

  Women's day: ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈને સલામ, નાસીપાસ થતાં લોકો માટે પ્રેરણાદાયી દ્રષ્ટાંત

  જેમાંથી એક અનેરી સિદ્ધિ હેપ્પીએ મેળવી છે એ છે કે, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમન પર એમના સ્વાગત માટે યોજાયેલા સ્વાગત સમારંભમાં કીર્તિદાન ગઢવી સાથે ગાવાનો અને સમગ્ર દેશ સામે હેપ્પીને મોકો મળ્યો હતો અને હેપ્પી દેસાઈએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી સાથે "મારી લાડકી " નામના પ્રખ્યાત ગીત પર પરર્ફોમ કર્યુ હતું, ત્યારે જગત આખું હેપી દેસાઈના અવાજ પર આફરીન થઇ ગયું હતું, પરંતુ હેપ્પીને નજીકથી જોનારને જ ખબર પડી કે હેપ્પી પોતે જન્મથી પ્રજ્ઞાચક્ષુ છે. જેને જન્મ બાદ આ દુનિયાને જોઈ જ નથી. હેપ્પીને સંગીત સાથે સાથે શાળામાં ભણવામાં ખૂબ જ રૂચિ છે તે જણાવે છે કે આગળ અભ્યાસ કરી યુપીએસસી ની પરીક્ષા આપવી છે અને કલેકટર બની જનસેવા કરવી છે. સાથે જ એક સારા સિંગર પણ બનવું છે.

  MORE
  GALLERIES