Home » photogallery » panchmahal » Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

ઉષા બ્રેકોએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, 16 થી 21 જાન્યુઆરી રોપ વે સેવા બંધ રાખવામાં આવશે. જે બાદ 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.

विज्ञापन

  • 17

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    વડોદરા: ઉત્તરાયણની બે દિવસની રજામાં પાવગઢમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે 16થી 21 જાન્યુઆરી સુધી રોપ વે સેવા બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક સમારકામના પગલે છ દિવસ રોપ વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે પાવાગઢ પહોંચતા શ્રધ્ધાલુઓએ પગથિયા ચઢી માતાજીના દર્શન માટે જવું પડશે.

    MORE
    GALLERIES

  • 27

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 21મીથી રોપ વે રાબેતા મુજબ શરુ થશે. એટલે જો તમે આગામી સપ્તાહમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યાં હોવ તો આ વાત યાદ રાખજો.

    MORE
    GALLERIES

  • 37

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે, પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે. જ્યારે ગિરનાર રોપ વેની લંબાઈ 2,320 મીટર છે.

    MORE
    GALLERIES

  • 47

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    આવતી કાલથી એટલે કે, 16થી 21મી જાન્યુઆરી સુધી પાવાગઢ રોપ વેમાં સમારકામ ચાલશે. જેના કારણે રોપ વે ભાવિ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 57

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    ઉષા બ્રેકોએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, એન્યુઅલ મેન્ટેનન્સ માટે 16 થી 21 જાન્યુઆરી રોપ વે સેવા બંધ રાખવામાં આવશે. જે બાદ 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 67

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પાવાગઢ ખાતે નવીન મંદિરનું ઉદઘાટન કરી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂક્યું છે. નવા મંદિરની જાળવણીના ભાગરૂપે તેમજ પાવાગઢમાંથી પ્રદૂષણ ખતમ થાય તે હેતુથી પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓને મંદિરના પરિસરમાં લઈ આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે . પાવાગઢ ખાતે આવેલા દુધિયા તળાવ લોકોની આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે, પરંતુ જ્યારે લોકો આ તળાવમાં હાર, અગરબત્તી, દીવા , પ્લાસ્ટિકની થેલીઓ વગેરે નાખે છે. ત્યારે દુધિયા તળાવનું કુદરતી સૌંદર્ય બગડે છે અને પ્રદૂષણ પણ ફેલાય છે.

    MORE
    GALLERIES

  • 77

    Pavagadh: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચજો નહીં તો થશે પસ્તાવો

    આ ઉપરાંત લોકો જ્યાં ત્યાં પ્લાસ્ટિકની વસ્તુઓ નાખે છે જે પાવાગઢના પ્રાણીઓ ખાય છે. તો ભરપૂર માત્રામાં પ્રદૂષણ ફેલાય છે અને પ્રાણીઓની જાનને પણ નુકસાન થાય છે. પાવાગઢ હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ઉપરાંત નવીન મંદિરનું નિર્માણ પણ પામેલ છે. જેથી તે ભારત દેશ તેમજ વિદેશી પર્યટકો માટે પણ એક આકર્ષણ છે. ત્યારે લોકો પ્રદૂષણ ફેલાવે તે હવે બિલકુલ ચલાવી લેવામાં આવે તેમ નથી. જેથી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા, પ્લાસ્ટિક તથા પ્લાસ્ટિકની દરેક વસ્તુઓ કોઈ પણ પર્યટક, શ્રદ્ધાળુ, દર્શનાર્થી મંદિરના પરિસરમાં ન લઈ આવે તે માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

    MORE
    GALLERIES