પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિના પહેલા જ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મધરાતેથી જ માઇભક્તો ભગવતી મહાકાળીના દ્વારે પહોંચ્યા હતા અને સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો.
પાવાગઢઃ ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો પાવાગઢમાં ભગવતી મહાકાળીના દર્શને પહોંચ્યા હતા. ત્યારે 21મી માર્ચથી દૂધિયા તળાવથી ઉપર શ્રીફળ લઈ જવાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
2/ 7
વહેલી પરોઢે 4 વાગ્યે માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં માઇભક્તોએ મહાકાળી માતાના ગગન ગૂંજે તેવા જયઘોષ કર્યા હતા.
3/ 7
મહાકાળી માતાના મંદિરમાં પ્રથમ નોરતે હૈયેથી હૈયુ દળાય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. માતાજીના દર્શન કરી ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી હતી.
4/ 7
ચૈત્રી નવરાત્રિને લઈને મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપૂર પાવાગઢમાં ઉમટી પડ્યું હતું અને પ્રથમ નોરતે પરોઢિયે અદ્ભુત દૃશ્યો સર્જાયા હતા.
5/ 7
ત્યારે આજે પહેલા નોરતે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ત્યારે શ્રીફળ વધેરવાની મનાઈ હોવા છતાં લોકોએ જ્યાં-ત્યાં શ્રીફળ વધેરી સરેઆમ નિયમોનો ઉલ્લંઘન કર્યો હતો. પહેલા જ નોરતે જાહેરમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
6/ 7
સમગ્ર વ્યવસ્થા પડી ભાંગી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. કેટલાક લોકોએ મંદિર પાસે જાહેર માર્ગમાં જ શ્રીફળ વધેરી દીધા હતા. જેને લઈને રસ્તા પર જ ચીકાશના થર જામી ગયા હતા. ચારે તરફ ગંદકીના ગંજ ફેલાઈ ગયા હતા.
7/ 7
તો બીજી તરફ, મંદિર પ્રશાસન દ્વારા શ્રીફળ વધેરવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું તે ખાલી જોવા મળી રહ્યુ હતું. લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાં શ્રીફળ વધેર્યા હતા.