રાજેશ જોષી, પંચમહાલ : પ્રેમમાં સમાજ પ્રેમ સંબંધોને (Love) ન સ્વીકારે ત્યારે આત્મહત્યાની ઘટનાઓ ઘટી જતી હોય છે. જોશમાં હોશ ગુમાવીને યુવક યુવતીઓ પોતાના પરિવાર સમાજની પરવાહ કર્યા વિના જિંદગી હોમી દેતા હોય છે ત્યારે આવી જ એક ઘટના પંચમહાલ (Panchmahal) જિલ્લાના નાડા (Nada) ગામે ઘટી છે. શહેરા તાલુકાના (Shahera) નાડા ગામની શાળામાં આજે બે પ્રેમી પંખીડાના (Lovers) આપઘાત (Suicide) કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.