લોકોની માન્યતા મુજબ, આ શિવલિંગ 5000 વર્ષ પૂર્વે આપો આપ જમીન માંથી પ્રગટ થયેલ છે, અહીં રાજવી કાડમાં લુણાવાડા સ્ટેટના મહારાજા તેમજ પાટણ સ્ટેટના મહારાજા પણ અહીંયા દર્શન કરવા આવતા હતા . આ શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાનું હોવાથી અહી ની જગ્યાનું નામ મરડેશ્વર પાડવામાં આવ્યું છે, તેમ લોકો માને છે.
લોકોની માન્યતા મુજબ, મરડેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ શિવલિંગ દર શિવરાત્રીની રાત્રીએ એક ચોખાના દાણા જેટલો સ્વયંભુજ વધે છે .શિવલિંગના કદ વધવાની લોકોની માન્યતા અને લોકોની શ્રદ્ધાને કારણે, મહાશિવરાત્રીના દિવસે અહીં હજારોને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવાલયના દર્શન કરવા માટે આવતા હોય છે અને ભગવાન શિવને દૂધનો અભિષેક ચઢાવીને તેમને બીલીપત્ર ધરાવી ,તેમની પૂજા કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેમ પ્રાર્થના કરતા હોય છે. શિવરાત્રીના દિવસે રાત્રિના સમયે અહીં મહાઆરતી પણ કરવામાં આવે છે. આજે પણ ભક્તોની શ્રદ્ધા મરડેશ્વર મહાદેવના દાદા પ્રત્યે અડગ છે.