Home » photogallery » panchmahal » Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ઐતિહાસિક ગુપ્તેશ્વર મંદિર આવેલું છે.જેને લોકો ની માન્યતા મુજબ મહાભારતના પાંડવો ની ઘટનાઓ સાથે સરખાવવામાં આવે છે .

  • 17

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

    Prashant Samtani, Panchmahal: પંચમહાલ જિલ્લો ભારત દેશ અને દુનિયાભરમાં તેની ઐતિહાસિક ધરોહરોને કારણે જાણીતો છે. પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ સીધો મહાભારત અને રામાયણ સાથે સંકળાયેલો છે . ઘણી બધી એવી પૌરાણિક ઘટનાઓ છે, જેમાં પંચમહાલ જીલ્લા માં આવેલ ઘણા સ્થળો નો ઉલ્લેખ થયેલ છે.

    MORE
    GALLERIES

  • 27

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

    એવી જ રીતે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ઐતિહાસિક ગુપ્તેશ્વર મંદિર આવેલું છે.જેને લોકો ની માન્યતા મુજબ મહાભારતના પાંડવોની ઘટનાઓ સાથે સરખાવવામાં આવે છે .લોકોની માન્યતા છે કે, મહાભારતકાળ વખતે જ્યારે પાંડવો વનવાસ પર ગયા હતા, ત્યારે તેઓ ગુપ્તેશ્વરના મંદિર ખાતે રોકાયા હતા. પાંડવોએ તેમના રહેવા માટે અહીં ગુફાઓનુ નિર્માણ કર્યું હતું,

    MORE
    GALLERIES

  • 37

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

    ગુપ્તેશ્વર મંદિરની આસપાસમાં ઘનગોર જંગલ હોવાના કારણે, તે સમયે પાંડવોને મંદિર સરળતાથી જડ્યું ન હતું ,જેથી આજે તે મંદિરને ગુપ્તેશ્વર ના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તમે કુદરતી વાતાવરણ માણવાના શોખીન છો ,તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ સાબિત થાય તેમ છે .ઉપરાંત જે વ્યક્તિઓ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાના શોખીન છે, તેવા માટે તો આ જગ્યા એક કન્ટેન્ટનો ખજાનો બને તેવી જગ્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

     દિવાળી વેકેશનમાં આ મંદિર ફરવાનો પ્લાન બનાવતા લોકો અચૂક એક વખત પંચમહાલ જિલ્લાના ગુપ્તેશ્વરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.ગુપ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે જાણે કુદરતી રીતે મસ્ત મોટા પથ્થરો એકબીજાના ટેકા ઉપર ઉભા હોય તેવી શીલાઓ વચ્ચેથી પસાર થઈને ગુફામાં અંદર જઈ મહાદેવના દર્શન કરવાનો મહિમા જ અનેરો છે . લોકોની માન્યતા મુજબ જ્યારે પાંડવો ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા હતા,ત્યારે તેઓ અહીંના પથ્થરોને એકબીજા સાથે અથડાઈને તેમાંથી ઢોલ ,નગાળા અને જુદા જુદા પ્રકારના જુદા જુદા સાતથી વધુ પ્રકારના અવાજો કરીને ભગવાન શંકરની પૂજા કરતા હતા.

    MORE
    GALLERIES

  • 57

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

    આજે પણ ગુપ્તેશ્વર મંદિરના પથ્થરોને એકબીજા સાથે પછાડતા અલગ અલગ જગ્યાએથી જુદા જુદા પ્રકારના અવાજ આવતા હોય છે, જેથી શ્રદ્ધાળુઓ ખાસ મહાદેવના દર્શનની સાથે સાથે પથ્થરોને એકબીજાને અથડાઈને અવાજની મજા પણ મારતા હોય છે .ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન લોકો માટે આ એક ખૂબ મહત્વનું સ્થળ સાબિત થાય તેમ છે . લોકોની માન્યતા મુજબ આ સ્થળનું નિર્માણ આશરે 5000 વર્ષ પહેલા મહાભારતકાળ દરમ્યાન કરવામાં આવ્યું હતું. ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં જ એક નદી વહે છે, જેને લોકો ગોમા નદીના નામથી પણ જાણે છે.

    MORE
    GALLERIES

  • 67

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

    શિવરાત્રી માસમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નો મહિમા ડબલ થઇ જતો હોય છે, લોકો દૂર દૂરથી ભગવાન શિવને રીઝવવા માટે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેતા હોય છે અને દૂધ , બીલીપત્ર ચડાવીને ભગવાનની ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા હોય છે.એવું કહેવાય છે કે, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર માં આવેલી શીલાઓ ભલે સાંકળી હોય પરંતુ કેટલો પણ જાડો વ્યક્તિ અહીં દર્શનાર્થે આવે અને તે ભગવાન શિવનું નામ લે તોતે શીલાઓ વચ્ચે ફસાતો નથી.

    MORE
    GALLERIES

  • 77

    Panchmahal: આ વિશાળ પથ્થરોની શીલાઓ વચ્ચે કેમ રહેતા હતા પાંડવો; શું છે ઈતિહાસ

    લોકોની માન્યતા મુજબ અહીં રંગ અવધૂત મહારાજે પણ ઘણું તપ કર્યું છે ,આજે પણ તેમની ગુફા આ મંદિરો વચ્ચે મોજુદ છે . ઉપરાંત નિત્યાનંદ સ્વામી પણ અહીં તપ કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ મુક્તાનંદ સ્વામી, નારાયણ સ્વામીની શોધમાં અહીં આવ્યા હતા . ગોકળ આઠમ અને મહાશિવરાત્રી નિમિત્તે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાતો હોય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભગવાન મહાદેવના દર્શનાર્થે મંદિરની મુલાકાત લેતા હોય છે . મંદિરમાં ખીચડીના પ્રસાદીનો ઘણો અનેરો મહિમા રહેલો છે.

    MORE
    GALLERIES