પંચમહાલ: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. હજુ કડકતી ઠંડીનો અહેસાસ થયો નથી, ત્યારે અચાનક જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારે વાતાવરણમાં આવેલા પલટા બાદ માવઠું થયું છે. શહેરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તુવેર, ઘઉં, રાયડો, મકાઈના પાકને નુક્સાનની ભીતિ સેવાઇ રહી છે.
પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જે બાજ આજે સવારે જિલ્લાના શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અહીં સવારે પડેલા વરસાદે પાણી પાણી કરી દીધું છે. સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જે બાજ આજે સવારે જિલ્લાના શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અહીં સવારે પડેલા વરસાદે પાણી પાણી કરી દીધું છે. સાથે જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે.
સૌરાષ્ટ્રમાં ઠંડીની વાત કરીએ તો, ગિરનાર પર્વત પર 14.6, કેશોદમાં 16 તો સુરેન્દ્રનગરમાં 18 ડીગ્રી ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. જયારે રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં 19 ડીગ્રી ઠંડી તાપમાન નોંધાયુ હતુ. જૂનાગઢમાં 19.3 ડીગ્રી ઠંડી પડી હતી. અમરેલીમાં 20 જયારે ભાવનગર અને મહુવામાં 21 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે જ ઓખા, વેરાવળ અને દીવમાં 23 ડીગ્રી નોંધાઇ હતી. જોકે ઠંડીમાં ઘટાડો થતાલોકોને પણ થોડી રાહત થઇ હતી પરંતુ આકાશમાં વાદળો છવાતા વરસાદની આગાહી છે ત્યારે માવઠું થાય તો તે ખેડૂતોના પાકને નુકશાન થઇ શકે છે. જ્યારે ડબલ સિઝનને કારણે રોગચાળો પણ વધી શકે છે.