રાજેશ જોષી, ગોધરા: સામાન્ય રીતે શિવરાત્રી મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજાતો નથી.જોકે ગોધરાના એક શિવ ભક્ત યુવક રિષભ પટેલે પોતાના લગ્નનું શિવરાત્રીના દિવસે જ ભવ્ય આયોજન કરી પોતાની શિવ ભક્તિને અનોખી રીતે ઉજાગર કરી છે. રિષભ પટેલ વરઘોડામાં પણ શિવ વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ત્યારબાદ લગ્નવિધિ પણ અંકલેશ્વર મહાદેવ મંદિરમાં જ સંપન્ન કરી હતી.