Home » photogallery » panchmahal » ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

સદનસીબે આ અક્સમાતમાં કોઇને જાનહાની નથી થઇ પરંતુ બે મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે 7 મુસાફરો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે આ બસ ઇન્દોરથી ગોંડલ (Indore Gondal bus) જઇ રહી હતી.

विज्ञापन

  • 14

    ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

    ગોધરાના (Godhra) પરવડી બાયપાસ પાસે અવારનવાર અકસ્માતનાં (Accident) કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સોમવારે મોડી રાતે પણ એક ખાનગી બસને (Private travel bus accident) અકસ્માત નડતા બસ પલટી ગઇ હતી. સદનસીબે આ અક્સમાતમાં કોઇને જાનહાની નથી થઇ પરંતુ બે મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે 7 મુસાફરો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે આ બસ ઇન્દોરથી ગોંડલ (Indore Gondal bus) જઇ રહી હતી. તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હૉસ્પિટલમાં (Godhra Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગોધરાના પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે મુસાફરોને ગંભીર ઇજા જ્યારે સાત મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે. આ તમામને સારવાર માટે ગોધરા સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઇન્દોરથી ગોંડલ તરફ જઇ રહેલી બસ પલટી ખાતા તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા

    MORE
    GALLERIES

  • 34

    ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

    અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે ત્યાં આવીને ફસાયેલા લોકોને અંદરથી ઉતારવામાં મદદ કરી હતી. નોંધનીય છે કે, આ રસ્તા પર અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે.

    MORE
    GALLERIES

  • 44

    ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

    આ અક્માત બાદ સામાન્ય ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. થોડા મહિનાઓ પહેલા જ આ વિસ્તારમાં ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગોધરા શહેર પાસે આવેલ પરવડી બાયપાસ નજીક આવેલ જય જલારામ સ્કુલ પાસે બપોરના અરસામાં ગેસ ટેન્કર અને કાર ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દાહોદ તરફ જઈ રહેલા કાર ટ્રેલર સાથે ગેસ ટેન્કર ધડાકાભેર અથડાતાં ગેસ ટેન્કર મુખ્ય માર્ગ ઉપર પલટી મારી ગયું હતું. જેના પગલે મુખ્ય માર્ગ ઉપર અવર જવર કરતા વાહનોની લાંબી કતાર લાગી ગયેલ હતી. ગેસ ટેન્કર અને કાર ટ્રેલર ના સર્જાયેલ અકસ્માતમાં ગેસ ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.

    MORE
    GALLERIES