રાજેશ જોષી, ગોધરા: ગોધરા સબજેલના (Godhra subjail) જેલ સહાયક જામીન મુક્ત થયેલા કેદીને જેલમાંથી મુક્ત કરવા માટે 400 રૂપિયાની લાંચ લેતાં ગોધરા એસીબી ટીમે સબજેલ કમ્પાઉન્ડમાં જ ઝડપી લેતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગોધરા એસીબીને સબજેલમાં જામીન મુક્ત થયેલા કેદીઓ પાસે નાણાં લેતાં હોવાની બાતમી મળી હતી.જેથી આ એસીબી ટીમે (ACB trap) છટકાનું આયોજન કર્યુ હતું. દરમિયાન જેલ સહાયક હિતેશ રબારી જામીન મુક્ત કેદી પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી જે પૈકી 400 રૂપિયાની લાંચ લેતાં રંગે ઝડપાઇ ગયો છે. નોંધનીય છે કે ગોધરા સબજેલમાં જેલ કર્મી લાંચ લેતાં ઝડપાયા હોવાની આ લગભગ પ્રથમ ઘટના હોવાની ચર્ચા સ્થાને રહી હતી
અને જેમાંથી સો રૂપિયા ડીકોયરને પરત આપી ચારસો રૂપિયા લાંચ તરીકે પોતાની પાસે રાખી રાખતાં જ એસીબીએ ઝડપી લઈ હિતેશ રબારી સામે ગોધરા એસીબી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગોધરા સબજેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પાસે જેલ કર્મીઓ લાંચ લેતાં હોવાની લોકબૂમ વચ્ચે આખરે પ્રથમવાર જેલ કર્મી લાંચ લેતાં ઝડપાઇ જતાં લોકબૂમને સમર્થન છે.