

હિન્દુ ધર્મમાં પાનનો ઉપયોગ ધાર્મિક કાર્યો અને પૂજા-પાઠમાં થાય છે. પાનના પત્તાના માધ્યમથી ભગવાન પ્રતિ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. સ્કન્દ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન સમયે દેવતાઓએ પણ પાનનો પ્રયોગ કર્યો હતો. આ જ કારણ છે કે ધાર્મિક આયોજનોમાં તેનું ખાસ મહત્વ છે. આવો જાણીએ પાનથી જોડાયેલા કેટલાક એવા ટોટકા, જે તમારી દરેક ઈચ્છા પૂરી કરશે.


માન્યતા અનુસાર મોટા મંગળવારે, હનુમાન જયંતી મંગળવાર અને શનિવારના દિવસે હોય ત્યારે પાનનું બીડું બજરંગબલીને ચઢાવનાર ભક્તની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે. તેમના ચરણોમાં બીડું અર્પણ કરવાનું રહસ્ય એ છે કે તમે વિનંતી કરી રહ્યા છો કે પ્રભુ તમારા જીનવનું બીડું (જવાબદારી) ઉઠાવે.


જો તમે કોઈ મનગમતી છોકરી કે છોકરા સાથે લગ્ન કરવા ઈચ્છતા હોવ, પણ સાથીના ઘરના લોકો ન માનતા હોય તો તે માટે પાનની દાંડીને ઘસીને તેનું તિલક માથા પર લગાવો. છોકરી અને તેના પરિવારજનો તમારા પર મોહિત થઈ જશે અને તમારા વિવાહ નક્કી શઈ જશે.


માન્યતા અનુસાર જો તમે કોઈને પાન દાનમાં આપો છો તો તમારા પાપ નષ્ટ થઈ જાય છે. જો જાતક પાનનું સેવન કરતા હોય તો તેના પાપ વધી જાય છે.


જો લાંબા સમયથી તમારા કોઈ કામ અટકેલા હોય અને તમે તેને લઈને ચિંતિત હોવ તો રવિવારે ઘરથી બહાર જતા સમયે પોતાના ખિસ્સામાં પાનનું એક પત્તું રાખો. તેનાથી તમારા રોકાયેલા કામ થઈ જશે.