

તમારી પોતાની પર્સનલ કાર પણ હવે દર મહિને કમાણીનું સાધન બની શકે છે. પરંતુ સવાલ થાય છે કે આવું કેવી રીતે, તો જાણી લોકો કે મોદી સરકાર ટુંક સમયમાં જ એક મહત્વનો નિર્ણય લેશે. અને એક મહત્વના નિર્ણય પર મહોર લગાવશે. જેથી તમે ઘરે બેઠા દર મહિને 25-30 હજાર રૂપિયાની કમાણી કરી શકો. આગળ વાંચો કેવી રીતે?


સરકારની નવી પોલિસી જો લાગૂ થઈ જાય તો તમારી પ્રાઈવેટ કારનો ઉપયોગ ઓલા અને ઉબેરના પ્લેટફોર્મ પર કમાણી માટે કરી શકો છો. એક વખત તમારી કાર ઓલા અને ઉબેર સાથે જોડાઈ તો તે બાદ રેગ્યુલર ઇનકમનું સાધન બની જશે. તમને જણાવીએ કે ઓલા અને ઉબેર સાથે જોડાઈને તમે દર મહિને સરળતાથી 25થી 30 હજારની કમાણી કરી શકો . આગળ જાણીએ સરકાર ક્યુ પગલું ઉઠાવી શકે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર ટુંક સમયમાં જ ટેક્સી પરમિટના નિયમોને સરળ બનાવવાનો નિર્ણય લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટેક્સી પરમિટના નિયમો સરળ થવાથી કોઈ પણ કાર માલિક પોતાની કાર સરળતાથી ઓલા અને ઉબેર સાથે જોડી શકે છે. હાલના સમયમાં આ કોઈ પણ પોતાની કાર ટેક્સી માટે ઉપયોગ કરવા માગે છે તો તેને ઘણા પ્રકારના અપ્રૂવલ અને ક્લીયરન્સ લેવાની અને કમર્શિયલ ઉપયોગ કરવા માટે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જેમા સમયને નાણાંનો ખોટો ખર્ચ થાય છે. અને બધાને પરમિટ મળી પણ નથી શકતી.


થોડા દિવસો પહેલા આ મામલા પર સરકારે એક ટીમ બનાવીને રિપોર્ટ માંગ્યો હતો. જે રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો છે. સરકારે તેને નીતિ આયોગની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. મહત્વનું છે કે સરકાર શહેરોમાં વધી રહેલા પોલ્યૂશનને જોઈને રોડ પર પબ્લિક ટ્રાંસપોર્ટની સંખ્યામાં વધારો કરવા માગે છે. આ સાથે જ એવું પણ લક્ષ્ય છે કે સામાન્ય લોકો સરળતાથી કમાણી કરી શકે. જાણો કેવી રીતે થશે ઇનકમ


ઓલા-ઉબેર સાથે જોડાયા બાદ જો પીક અવર્સ દરમિયાન કારનું બુકિંગ થાય તો સિંગલ રાઈડ માટે 200થી 250 રૂપિયા સુધી બોનસ મળે છે. સવારે 7છી 13:30 અને સાંજે 5થી 11 વાગ્યા સુધી પીક અવર્સ માનવામાં આવે છએ. જો દિવસમાં 12 રાઈડ પુરી કરો છો તો તમને 1000 રૂપિયા સુધઈનું બોનસ મળે છે. જ્યારે 7 રાઈડ પુરી થવા પર 700 રૂપિયા સુધીનું બોનસ મળે છે. એરપોર્ટ ડ્રોપ પર ઓલા અને ઉબેર બંને બોનસ આપે છે. આ સિવાય કેટલાક એક્સટરનલ બોનસ પણ હોય છે. જે મંથલી બેસિસ પર અકાઉન્ટમાંથી ટ્રાંસફર કરવામાં આવે છે. જો કે તમને જણાવીએ કે કંપનિઓ બોનસ અને અન્ય સર્વિસમાં બદલાવ કરી રહી છે.