

તહેવારની સિઝન શરૂ થવાની છે, આ સાથે શરૂ થઈ જશે લોકોની ફેસ્ટિવલ શોપિંગ. જો તમે પણ રક્ષાબંધન પર સારી કમાણી કરવા માટે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો. તો અમે તમને જણાવી દઈએ કે, કેટલાક ખાસ બિઝનેસ આઈડિયા વિશે, જેનાથી તમે સારી કમાણી કરી શકો છો. આ કામ તમે ઘરે બેસીને પણ કરી શકો છો. આ બિઝનેસથી માત્ર એક મહિનામાં 50થી 60 હજાર રૂપિયા કમાણી કરી શકો છો.


રાખડી મેકિંગ(ઘરે રાખડી બનાવી સેલ કરો) - જો તમને ડેકોરેટિવ રાખડી બનાવવાનો શોખ હોય તો, આ બિઝનેસ તમે ઘરમાં જ શરૂ કરી શકો છો. આ બિઝનેસ તમે માત્ર 20 હજારથી 50 હજારમાં શરૂ કરી શકો છો. રાખડી બનાવવા માટે દોરી, મોતી, નદ, પેપર, સજાવટનો સામાન જથ્થાબંધ માર્કેટમાંથી મળી જશે. ઘરમાં બનાવેલી રાખડીને ફેસબુક અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એકાઉન્ટ બનાવી વેચી શકો છો. આ રાખડીને રિટેલ માર્કેટમાં પણ વેચી શકાય છે. તમને 20-25 ટકા પ્રોફિટ માર્જિન સરળતાથી મળી જશે.


જથ્થાબંધ માર્કેટથી રાખડી ખરીદી પછી તેને વેચો - તમે તમારા એરિયાના જથ્થાબંધ માર્કેટમાંથી રાખડી બલ્કમાં ખરીદીને પણ વેચી શકો છો. જથ્થાબંધ માર્કેટમાં 100 રાખડી રાખડી પીસનું પેકેજ 150 રૂપિયામાં મળી જશે. રિટેલ માર્કેટમાં આજ રાખડી એક પીસના હિસાબે 10 થી 20 રૂપિયામાં વેચાય છે. જથ્થાબંધ માર્કેટની રાખડી રિટેલમાં વેચવા પર 40-50 ટકા પ્રોફિટ માર્જિન મળી જશે. તમે રક્ષાબંધન તહેવાર રમ્યાન રિટેલ માર્કેટમાં પણ પોતે રાખડી વેચી શકો છો. જથ્થાબંધ માર્કેટમાંથી ખરીદી રિટેલમાં રાખડી વેચનારા વેપારી શ્યામ શર્માએ જણાવ્યું કે, આવું કરી તેમણે ગત વર્ષે આ સિઝનમાં 25 હજાર કમાણી કરી હતી. તેમણે માત્ર 10 હજાર રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હતા.


હોમ બેસ્ડ બેકરી પ્રોડક્ટ - જો તમને બિસ્કિટ, નાનખટાઈ, પાઈ, કેક જેવી બેકરી પ્રોડક્ટ બનાવવાનું પસંદ હોય તો, આ શોખને બિઝનેસમાં બદલી શકો છો. રક્ષાબંધન સમયે આવી પ્રોડક્ટની ડિમાંડ સૌથી વધારે હોય છે. બેકરી બિઝનેસમાં 15થી 20 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટ લાગશે. પેકિંગ મટેરિયલ અને પેકિંગ મશીન ખરીદવી પડશે. શરૂઆતમાં બિ્કિટ, નાનખટાઈ, પાઈ, કેક જેવી પ્રોડક્ટ ઘરના ઓવનમાં જ બનાવો. બિઝનેસ વધ્યા બાદ કોમર્શિયલ મોટા ઓવન ખરીદી શકો છો. આમાં તમારા ઈન્વેસ્ટના 30થી 35 ટકા રિટર્ન મળે છે. તમે તમારી પ્રોડક્ટ ઓનલાઈન, રિટેલ અને જથ્થાબંધ માર્કેટમાં વેચી શકો છો.


ડેકોરેટિવ ડ્રાઈ ફ્રૂટ પેક - રક્ષાબંધન પર મિઠાઈ સિવાય ડ્રાઈફ્રૂટના ડબ્બાની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. જથ્થાબંધ માર્કેટથી સજાવટના ડ્રાઈફ્રૂટ ડબ્બા અને ખારી બાવલીથી ડ્રાઈફ્રૂટ્સ ખરીદો. આ ડબ્બામાં થોડા-થોડા ડ્રાઈફ્રૂટ ભરી અને બજાર અથવા તમારા લોકલ માર્કેટમાં વેચી શકો છો. રક્ષાબંધનના કહેવાર સમયે ડેકોરેટિવ ડ્રાઈ ફ્રૂટ્સના ડબ્બા સૌથી વધારે વેચાય છે.


કેવી રીતે શરૂ કરાય ડ્રાઈ ફ્રૂટ પેકનો બિઝનેસ - ફિસ્ટિવલ સિઝનમાં ડેકોરેટિવ ડ્રાઈ ફ્રૂટ ડબ્બાનો બિઝનેસ કરનારા ખારી બાવલીના વેપારીએ જણાવ્યું કે, મોટા જથ્થાબંધ માર્કેટમાં જથ્થામાં 50થી 5000 રૂપિયા સુધીના ડ્રાઈફ્રૂટના ડબ્બા મળે છે. ડબ્બાની ખાવાના હિસાબે કિંમત નક્કી થાય છે, અને ડિઝાઈનર ડબ્બા મોંઘા હોય છે. તે આમાં ડ્રાઈફ્રૂટ ભરીને વેચે છે. જે ડ્રાઈફ્રૂટના ડબ્બાનો ખર્ચ 130થી 150 રૂપિયા આવે છે, તેને 250 રૂપિયામાં વેચવામાં આવે છે. એટલે કે તેમને દર એક ડબ્બા પર 40થી 50 ટકા માર્જિન મળે છે.