

OnePlus 7 સિરીઝનાં સ્માર્ટફોન લોન્ચ થતાનાં થોડા જ દિવસો બાકી છે. યૂઝર્સ આ સીરીઝનાં OnePlus 7 Proની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ વચ્ચે કંપની જુના ફોનને લઇને પરેશાન છે. OnePlus ની જુનીડિવાઇઝ યૂઝર્સનું કહેવું છે કે, ફોનની સ્પીડ ડાયલ કોન્ટેક્ટ લિસ્ટ જાતે જ ડિલીટ થઇ રહી છે. આ સમસ્યા વારંવાર યુઝર્સને જાન્યુઆરી મહિનાથી થઇ રહી છે. પણ હવે કંપનીએ તેને સુધારવાનો વાયદો કર્યો છે.


ફરિયાદ મુજબ એન્ડ્રોઇડ Pie પર કામ કરી રહેલાં સ્માર્ટફોનમાં આ સમસ્યા જોવા મળી રહી છએ. સાથે જ વનપ્લસનાં જુના મોડલ જેમ કે OnePlus 3, 3T શામેલ છે. તે યૂઝર્સે સ્પીડ ડાયલ ડિલીટ થવાની ફરિયાદ કરી છે. વનપ્લસ યૂઝર્સે આ પરેશાનની ફરિયાદ OnePlus ફોરમ પર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દરેક સવાર તેમનાં ફોનમાંથી સ્પીડ ડાયલ કોન્ટેક્ટ ગૂમ થઇ જાય છે.


વનપ્લસ યૂઝ ફોર્મ પર લખવામાં આવ્યું કે, 'મારા સ્પીડ ડાયલ દરરોજ ઓટોમેટિકલી રિસેટ થઇ રહ્યાં છે. દરરોજ સવારે સ્પીડ ડાયલ ખોલવા પર લિસ્ટમાં કોઇ કોન્ટેક્ટ રહેતા નથી. હું એન્ડ્રોયડ પાઇ 9.0.0 યૂઝ કરી રહ્યો છું. '


પહેલાં આવેલી રિપોર્ટની માનીયે તો OnePlus સ્પીડ એપને રીસેટ થવાનાં કારણે દરરોજ કોન્ટેક્ટ ડિલીટ થઇ જાય છે. જે સ્માર્ટફોન્સમાં આ પરેશાની આવી રહી છે. તેમાં OnePlus 3, OnePlus 3T, OnePlus<br />5, OnePlus 5T, OnePlus 6 and OnePlus6T શામેલ છએ. આ મુશઅકેલી વધવા પર વનપ્લસે કહ્યું કે, અમને ખબર છે કે આ સમસ્યા વધી ગઇ છે અને તેનાં સુધારા પર કામ થઇ રહ્યુ છે. વનપ્લસ આ સુધારવા માટે એક અપડેટ રજૂ કરશે પણ ત્યાં સુધી યૂઝરે કોન્ટેક્ટનું નામ મેન્યુઅલી ટાઇપ કરીને કોલ કરવાનો રહેશે.