ગર્ભાવસ્થા પહેલાના બે સપ્તાહ પહેલા તે નક્કી કરવું મુશ્કેલ છે કે કોઇ પણ મહિલા ગર્ભવતી છે કે નહીં. જો કે હવે બજારમાં પ્રેગ્નેસી ટેસ્ટ કરવા માટે અનેક ઉપકરણ હાજર છે. પણ તેમ છતાં અનેક મહિલાઓ ઘર જાતે તપાસ કરીને આ વાત જાણવા માંગે છે અને બજારથી કોઇ ઉપકરણો લાવવાને બદલે જો ઘર કે રસોઇની જ કોઇ વસ્તુનો ઉપયોગ કરીને તમે ગર્ભવતી છો કે નહીં તે વાત જાણવી હોય તો આ ખબર વાંચો.

તમને જાણીને નવાઇ લાગશે પણ રસોઇમાં વપરાતી અનેક વસ્તુઓથી ગર્ભવતી હોવાનો ટેસ્ટ કરી શકાય છે. જો કે આવા ટેસ્સ ખરેખરમાં સાચા છે કે ખોટા તેની સાચી જાણકારી તો ડોક્ટર તપાસ પછી જ ખબર પડી શકે તેમ છતાં કેટલાક પ્રચલિત વસ્તુઓ છે જે તમે પણ અજમાવી શકો છો. જો કે તેના પરિણામો 100 ટકા સાચા જ હશે તેવું જરૂરી નથી.

ટૂથપેસ્ટ
એક વાસણમાં ટૂથપેસ્ટ સાથે તમારા યૂરિનને મેળવો. જો થોડા સમય પછી ટૂથપેસ્ટ ફીણ ફીણવાળું દેખાય અને તેનો રંગ બ્લુ થઇ જાય તો તેનો મતલબ છે કે તમે ગર્ભવતી હોઇ શકો છો.

વિનેગર
એક વાસણમાં તમારા યૂરિનની સાથે વિનેગર મેળવો. જો થોડા સમયમાં વિનેગરનો રંગ બદલાય તો તેનો મતલબ ટેસ્ટ પોઝિટિવ છે તેવું માની શકાય.

ખાંડ
એક વાસણમાં થોડી ખાંડ લો. પછી તેના સવારનું પહેલું યૂરિન ભેળવો. જો ખાંડ મિક્સ થવાના બદલે ગુચ્છાની જેમ જમા થાય છે તો ટેસ્ટ પોઝિટવ હોઇ શકે છે.

ડંડોલિઓનના પત્તા
તમે ગર્ભવતી છો કે નહીં તે વાત જાણવી હોય તો પહેલા એક વાસણમાં ડંડેલિઓનના પત્તા નાંખો. તે પણ સવારના યુરિનની થોડી બુંદો નાંખો. અને 10 મિનિટ માટે એમ જ છોડી દો. જો પત્તા લાલ રંગના દેખાય તો ટેસ્ટને પોઝિટીવ સમજવો. તમે કદાચ ગર્ભવતી હોઇ શકો છો.

ધઉં અને જવનો પાવડર બનાવી તેની પર પોતાનું યુરિન નાંખો. તે પછી જો આ લોટોમાં એક દિવસમાં અંકુર નીકળવા લાગે તો પણ કહેવાય છે કે તમે ગર્ભવતી થઇ શકો છો.

સાબુ
એક વાસણમાં પોતાનું યુરિન લો તેમાં સાબુ મેળવો. જો સાબુમાં ફીણ કે પરપોટા થાય તો પણ આ ટેસ્ટ પોઝિટિવ માની તમારા ગર્ભવતી હોવાની સંભાવના વધી શકે છે. Disclaimer : ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપેલી માહિતી સર્વ સામાન્ય માન્યતાઓ પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી આની કોઇ પૃષ્ઠી નથી કરતો. અને તેનું અમલ કર્યા પહેલા સંબંધિત વિશેષજ્ઞને સંપર્ક જરૂર કરો.