અમે વાત કરી રહ્યા છીએ તલોદ તાલુકાનું બડોદરા ગામની. આ ગામમાં કોઈના ઘરે દીકરીનો જન્મ થયા તો લક્ષ્મી રૂપી એ દીકરી લક્ષ્મી લઈને જ ઘરે આવે છે. હા, વાત જાણે એમ છે કે, બડોદરા ગામના સરપંચે છેલ્લા બે વર્ષથી એક આવકારદાયક પહેલ કરી છે. તેઓ જે કોઈના ઘરે દીકરી જન્મે કે તેના એક કલાકની અંદર જ એ દીકરીના ઘરે જઈને તેના હાથમાં ૧૦૦૦ રૂપિયા તેના જન્મની વધામણીનાં રૂપે આપી દે છે.
આ મામલે સરપંચ કલ્યાણસિંહ ઝાલાએ જણાવ્યું કે, 'બેટી બચાવો, બેટી પઢાવો, દીકરી સાપનો ભારો નથી એ તો તુલસીનો ક્યારો છે. હાલમાં દેશમાં દીકરીઓની સંખ્યા દીકરાઓની તુલનામાં ઓછી છે, જેને પગલે મે આ માટે કઈ કરવાનું વિચાર્યું, અને ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે હું ગામમાં જેના પણ ઘરે દીકરી જન્મ લે તે દીકરીને 1000 રૂપિયા આપી પરિવારને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અમારા ગામમાં દીકરીઓની સંખ્યા ખુબ ઓછી છે. આવી પહેલ જો દરેક ગામ કરે તો, દેશમાં દીકરીઓની સંખ્યા વધારવામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.'