Home » photogallery » north-gujarat » કોરોનાના વધતા સંક્રમણ બાદ સાબરકાંઠાનું તલોદ આજથી ચાર દિવસ સુધી સ્વયંભૂ બંધ

કોરોનાના વધતા સંક્રમણ બાદ સાબરકાંઠાનું તલોદ આજથી ચાર દિવસ સુધી સ્વયંભૂ બંધ

આજથી 4 દિવસ માટે તલોદમાં પણ સ્વયંભુ બંધ કરવામાં આવ્યુ છે.

  • 14

    કોરોનાના વધતા સંક્રમણ બાદ સાબરકાંઠાનું તલોદ આજથી ચાર દિવસ સુધી સ્વયંભૂ બંધ

    ઈશાન પરમાર , તલોદ  : સાબરકાંઠા જીલ્લામાં ધીરે ધીરે કોરોનાનો કહેર વધતા અલગ અલગ તાલુકાઓમાં લોકો સાવચેત રહીને જાતે જ જનતા કરફ્યૂ કરવા લાગ્યા છે. ત્યારે આજથી 4 દિવસ માટે તલોદમાં પણ સ્વયંભુ બંધ કરવામાં આવ્યુ છે.

    MORE
    GALLERIES

  • 24

    કોરોનાના વધતા સંક્રમણ બાદ સાબરકાંઠાનું તલોદ આજથી ચાર દિવસ સુધી સ્વયંભૂ બંધ

    આ સાથે ઉત્તર ગુજરાતમાં પ્રાંતિજ, , ઇડર અને હિંમતનગરમાં ગુરુવારથી 15 દિવસ માટે સાંજે ચાર વાગ્યા પછી બજાર બંધ રાખવાનો વેપારી એસો. દ્વારા પાલિકામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.

    MORE
    GALLERIES

  • 34

    કોરોનાના વધતા સંક્રમણ બાદ સાબરકાંઠાનું તલોદ આજથી ચાર દિવસ સુધી સ્વયંભૂ બંધ

    સાબરકાંઠા જીલ્લામાં તલોદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને જેને લઈને કોરોનાનુ સંક્રમણ વધે નહિ તે માટે બે દિવસ પહેલા વેપારી એસો. અને પાલિકા દ્રારા મિટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તમામ એસોસિએસન અને વેપારીઓએ સમર્થન આપ્યુ હતુ અને જેથી તલોદ ખાતે આજથી 4 દિવસ માટે બંધનુ આયોજન કરવામાં આવ્યુ છે.

    MORE
    GALLERIES

  • 44

    કોરોનાના વધતા સંક્રમણ બાદ સાબરકાંઠાનું તલોદ આજથી ચાર દિવસ સુધી સ્વયંભૂ બંધ

    નોંધનીય છે કે, બુધવારે હિંમતનગર પાલિકામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઈ સોરઠીયાની હાજરીમાં વિવિધ એસોસિએશનના અગ્રણીઓએ સંક્રમણને અટકાવવા માટે મંથન કર્યું હતું અને સંયુક્ત રીતે 26 નવેમ્બર ગુરૂવાર થી 10 ડિસેમ્બર સુધી સાંજે 4 કલાક પછી આવશ્યક સેવાઓ સિવાય બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

    MORE
    GALLERIES