સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવલપુર પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકનાં મોત થયા છે. વિજાપુર રોડ ખાતે આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે હિંમતનગરથી આવતા બાઇક ચાલકને વિજાપુર તરફથી આવતા એક ટ્રેક્ટર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે યુવકનાં રામ રમી ગયા હતા. આ અંગે માહિતી મળતા જ સ્થાનિક લોકો તેમેજ પોલીસ દોડી આવી હતી.