રાજ્યમાં રાજકોટ નવસારી અને મહિસાગર બાદ અમદાવાદમા પણ મોબાઇલ ગેમ PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાંપણ લોકો જાણે આ ગેમ રમવાનું છોડી નથી શકતા. જેના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ PUBG રમનારાઓની ધરપકડ કરવામાં આવી છે. આજે સાબરકાંઠાનાં હિમંતનગરમાં PUBG ગેમ રમતા 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં PUBG ગેમમાં 18 કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, અમે ગૂગલ પ્લે સ્ટોરને એક પત્ર લખ્યો છે કે, 'ગુજરાતનાં આઈપી પરથી ગેમ ડાઉનલોડ ન થાય તેવું કંઇ કરવાની અપીલ કરી છે.'