સાબરકાંઠાનુ ઈડર કે જે ગઢ વિસ્તાર છે અને ગઢ પર અનેક કોતરો અને ગુફાઓ છે જેને લઈને દીપડા ત્યા વસવાટ કરે છે. અને રાત્રી દરમિયાન ચરવા કે પાણી પીવા માટે દીપડો આવતો હોય છે ત્યારે ગઈ કાલે મહિવાડા ગામે ખેતરમાં પિતા અને પુત્ર બંને પાણી વાડી રહ્યા હતા ત્યારે દીપડ઼ાએ હુમલો કર્યો હતો. તો પહેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો ત્યારે પુત્ર બચાવવા વચ્ચે પડતા પુત્ર પર પણ હુમલો કર્યો હતો.
ત્યાથી નાશી છૂટ્યા અને કુવા પર પહોચી ગયા ત્યારે ફરી એકવાર હુમલો કરતા પિતાની હાલત ગંભીર થઈ હતી. ત્યારબાદ પિતા અને પુત્રને સારવાર અર્થે ઈડર ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ખેતર જંગલમાં આવેલા છે ત્યારે ખેડૂત મહિલા વાળ બનાવતા હોય છે. ત્યારે વન મહિલા કર્મચારી મારઝુડ પણ કરે છે તેવા આક્ષેપ પીડિતની પત્ની કર્યા હતા.
આમ તો આ સમગ્ર મામલે ઈડર વન વિભાગની ટીમ ગત રાત્રી થી પેટ્રોલીંગ કરી રહી છે અને પાંજરુ પણ મુકવામાં આવ્યુ પરંતુ જે જગ્યાએ હુમલો બન્યો ત્યા નહિ પણ ત્યાથી દુર પાંજરુ મુકવામાં આવ્યુ છે. જેના કારણે સ્થાનિકોનો રોષ જોવા મળઅયો હતો તો વન અધિકારીએ એમ જણાવ્યુ હતુ કે બીજુ પાંજરુ અહિ મુકવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી હતી.