હિંમતનગરઃસાબરકાંઠા જીલ્લો તમામ રીતે દેશમાં મોખરાનુ સ્થાન પ્રાપ્ત કરવા તત્પર જ હોય છે અને જીલ્લાના ગામડા કીના કઈ રીતે જીલ્લાનુ નામ ભારત ભરમાં પ્રચલિત કરી રહ્યા છે આમ તો શ્રેષ્ઠ અને આદર્શ ગામ તરીકે ઓડખાતુ આ ગામ હવે દેશનુ પ્રથમ એલ.ઈ.ડી ગામ બનવાની શરુઆત કરી રહ્યુ છે ગામમાં તમામ ઘરોમાં એલઈડી લાઈટ લગાવીને ગામના લોકોના લાઈટબીલમાં ઘટાડો કરવાનુ પુંસરી પંચાયતે શરૂઆત કરી છે.
સાબરકાંઠા જીલ્લામાં દેશનુ પ્રથમ ડીઝીટલ ગામ, દેશનુ શ્રેષ્ઠ ગામ દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ તો વાઈફાઈ તાલુકો આ તમામ સુવિધાઓથી ભારત ભરમાં જીલ્લાનુ નામ થઈ ગયુ છે. તો સાબરકાંઠાનુ પુંસરી ગામ એટલે ગામડામાં નવીન સુવિધાઓ આપવાની પહેલ કરતુ અનોખુ ગામ, અનોખા એવા પુંસરી ગામે દેશ અને દુનિયાના નક્શા પર એક અલગ ઓળખ ઉભી કરી છે અને જેને લઇને પુંસરી ગામે રાજ્ય અને દેશમાં અનેક પુરસ્કાર મેળવ્યા છે.
જેમાં પ્રથમ તબક્કામાં હાલ તમામ ઘરે એક એક એલઇડી ટ્યુબ લાઇઠ લગાડવામાં આવી રહી છે જેના ઘરે જુની અને સાદી ટ્યુબલાઇટો લગાડાઇ છે તેને દુર કરીને તેને સ્થાને એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી છે જે પ્રમાણે તેના થી ગામના વિજબીલની કુલ રકમ માં તો ફાયદો થશે જ સાથે હવે વિજ પુરવઠો પણ ઓછો વપરાશ થવાને લઇને અડધોઅડધ વિજ ઉર્જાનો પણ બચાવ થશે,