સાબરકાંઠા : હિંમતનગર - શામળાજી હાઇવે પર ગંભોઇ પાસે બુધવારે રાતે 10 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા સ્કોર્પિયો જીપ ( કાર નંબર - જીજે-27-એપી-4486 ) રોડની બાજુના પિલ્લર સાથે અથડાઇને પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.