ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં એક ચકચારી ઘટના સામે આવી છે. તલોદના કોંગ્રેસી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજુ શાહે એક યુવતી સાથે દુષ્કર્મ આચરી અને તેને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના આક્ષેપ મુજબ કોર્પોરેટરે તેની સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધી અને તેને ગર્ભવતી બનાવી હતી અને ત્યારબાદ ગર્ભપાત પણ કરાવ્યો હતો. ઘટનાના પગલે રાજકીય ભૂકંપ આવ્યો છે.