ઈશાન પરમાર, સાબરકાંઠા: ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi)નુ ગત રાત્રીએ દુઃખદ અવસાન થતા ઈડર (Idar) પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકો તેમના નિવાસસ્થાને (Arvind Trivedi house) આવીને તેમને યાદ કરી રહ્યા છે. તેઓએ 300થી વધુ ગુજરાતી ફિલ્મો (Gujarati movies)માં કામ કર્યું છે. તેમના અવસાનથી તેમના વતનના લોકો જ નહીં પરંતુ દેશના લાખો લોકો દુઃખી થાય છે. રામાયણ ધારાવાહિક (Ramayan TV serial)માં તેમણે રાવણ (Raavan)નું પાત્ર ભજવ્યું હતું. ઇડર ખાતે તેમનો બંગલો આવેલો છે. જ્યારે તેમનું જૂનું મકાન ઇડરના કુકડિયા ગામ (Kukadiya Village) ખાતે આવેલું છે. ઇડર ખાનાને બંગલો ખાતે તેમણે નામ પ્લેટમાં 'લંકેશ' લખાવ્યું છે. જ્યારે ઘરમાં પ્રવેશદ્વારા પર 'રામ' લખેલું છે. રામાયણમાં 'રાવણ'નું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી હકીકતમાં રામ ભક્ત હતા. તેમણે પોતાના ઘરમાં ભગવાન રામ તેમજ ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરાવી હતી. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશમાં થયો હતો. જે બાદમાં તેઓ કુકડિયા ગામ ખાતે આવ્યા હતા. બાદમાં ઇડર રહેવા લાગ્યા હતા. (ઇનસેટમાં જૂનું ઘર)
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનું નિધન થતા લોકો તેમના ઘર અન્નપૂર્ણા ખાતે આવીને દર્શન કરી રહ્યા છે. રામાયણ સીરિયલમાં જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું તેવા અરવિંદ ત્રિવેદી હકીકતમાં મોટા રામ ભક્ત છે. તેમણે તેમણે કથાકાર મોરારિ બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી.