રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની કિસ્સાઓમાં જાણે વધારો થતો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. જેનાથી આપણે વિચારવા મજબૂર બની જઇએ કે આ તો કેવો વિકાસ. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો.
જેથી ત્યાં PI, 6 PSI અને 50થી વધુ કર્મચારીનો બંદોબસ્ત પુરો પાડયો હતો. ચાર વાગ્યે વરઘોડો નીકળ્યો ત્યારે વિરોધ કરનાર અન્ય સમાજના લોકોએ માર્ગો પર હવન અને મહિલાઓએ ભજન શરૂ કર્યા હતા. જેથી પોલીસે મહિલાઓને હટી જવા કહ્યું અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એકેય પક્ષ માન્યા નહોતા. અંતે સાંજે સાત વાગ્યે ભજન હતા તે માર્ગ ઉપરથી વરઘોડો કાઢવાનો પ્રયત્ન થતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સોમવારે એટલે આજે વધારાની પોલીસ અને SRPની એક કંપની ઉતારવામાં આવી છે.
રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની કિસ્સાઓમાં જાણે વધારો થતો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. જેનાથી આપણે વિચારવા મજબૂર બની જઇએ કે આ તો કેવો વિકાસ. મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો.
પ્રાંતિજમાં પણ વરઘોડાને રોકવામાં આવ્યો હતો- આ પહેલા પણ પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે અનુસૂચિત જાતિના અનિલભાઈ સોમાભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈના લગ્નનો વરઘોડો ડીજે સાથે મંદિરે દર્શન કરવા જતો હતો. ત્યારે આ બાબતે બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. ડીજે સાથે વરઘોડાને મંદિર તરફ જતા અધવચ્ચે રોકવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ રક્ષણ સાથે મંદિર સુધી પહોંચ્યો હતો અને દર્શન કરી પરત ફર્યા હતો.