અશરફખાન, પાટણઃ કોરોના વાયરસે (coronavirus) અત્યારે ચારેબાજુ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે કોરોના વાયરસના કારણે લોકો (corona death toll) ટપોટપ મરી રહ્યા છે. કોરોનાએ અનેક પરિવારોને ઉજાડી નાંખ્યા છે. ઠેરઠેર હૃદયદ્રાવક ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. પાટણ (patan) જિલ્લામાં વધુ એક કરુણ ઘટના બની હતી. પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામમાં કોરોના વાયરસ ભાઈ અને બહેનને એક સાથે જ ભરખી ગયો હતો. એટલું જ નહીં ભાઈએ તો પોતાના લગ્નના દિવસે (bother died on marriage day) જ અંતિમશ્વાસ લીધા હતા. આમ બ્રાહ્મણ પરિવાર પર (brahman family) આભ તૂટી પડ્યું હતું. જે ઘરમાં લગ્નની શરણાઈઓ વાગવાની હતી ત્યાં માતમ છવાયો છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણાગામના વતની મહેશભાઈ અંબાલાલ દવે છેલ્લા 20 વર્ષોથી મહેસાણા ખાતે સ્થાઈ થયેલા હતા. તેમને સંતાનમાં એક દીકરો જય અને દીકરી પૂજા હતી. આ પરિવારને 15 એપ્રિલે કોરોના સકંજામાં લઇ લેતા બંને ભાઈ બહેન ને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે બેન ની તબિયત વધારે નાજુક હોવાથી કોઈ જગ્યાએ વેન્ટિલેટરની સગવડ ન મળતાં આખરે ભાવનગર ખાતે લઈ ગયા હતા
શરણાઈના સુર માતમમાં ફેરવાઈ ગયા: જય કુમાર મહેશભાઈ દવે તેમના લગ્નની કંકોત્રી પણ સ્વજનોમાં વેચાવી હતી તારીખ 24 એપ્રિલ 2021ને ધણી વારે સવારે ગણેશ થાપણ બપોરે ભોજન સમારોહ રાત્રે રાસ ગરબા અને રવિવારે સવારે રામોસણા થી જાન પ્રસ્થાન થઈ મહેસાણા સરદાર હોલ ખાતે પહોંચશે ત્યાં બપોરે હસ્ત મેળાપ રાખ્યો હતો. આ બંને એકબીજાને પ્રેમ સંબંધોથી પાંગરેલો પ્રેમ લગ્ન સુધી પહોંચ્યો હતો. પણ કુદરતે જે સમયે ઘરે શરણાઈના સૂર વાગતા હોય તે તારીખે માતમ નું ફેરવી દીધી.તેવું મૃતકના ભાઈ કરણ દવે જણાવ્યું હતું.