Home » photogallery » north-gujarat » સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

આ ટોળકીના ત્રણ જેટલા ઈસમોની સઘન પૂછપરછ અને તપાસ કરતા આ ઈસમો પાસેથી મરચાની ભૂકી, પેપર સ્પ્રે અને ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો.

  • 15

    સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

    અશરફખાન, સિદ્ધપુરઃ સિદ્ધપુરમાં (siddhapur) ચોરી (theft) અને લૂંટની (Loots) ઘટનાઓમાં વધારો થવાને પગલે સિદ્ધપુર પોલીસ (Siddhapur police) દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જેમાં પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપતી આંતર રાજ્ય ટોળકી (thief gang) ઝડપી પાડી પાડવામાં સફળતા મળવા પામી છે. આ ટોળકીના ત્રણ જેટલા ઈસમોની સઘન પૂછપરછ અને તપાસ કરતા આ ઈસમો પાસેથી મરચાની ભૂકી, પેપર સ્પ્રે અને ઓઇલનો જથ્થો મળી આવ્યો હતો. આ સામગ્રીનો ઉપયોગ લૂંટ અને ચોરી સમયે કરતા હોવાની કબૂલાત પકડાયેલ ઈસમોએ કરતા સિદ્ધપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 25

    સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

    અગાઉ ચોર ગેંગે સેન્ટ્રો ગાડીમાંથી બેગમાં રાખેલ ચાના વેપારના હીસાબની ચોપડીઓ તથા રોકડ રકમ રૂ .2000ની ચોરી કરી હતી. જે બાબતે ભોગ બનનારએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. જે ગુનો શોધી કાઢવા સિદ્ધપુર પોલીસ સ્ટાપ ખાનગી રીતે બાતમી હકીકત મેળવી ગુનાના તહોદારો હાલમાં સિધ્ધપુર ટાઉનમાં ફરે છે.

    MORE
    GALLERIES

  • 35

    સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

    તેવી બાતમી હકીકત મળતા પોલીસ સ્ટાફના માણસો સાથે ચોર ગેંગને પકડી તેઓની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા કરી હતી. ચોરીમા ગયેલો થેલો ( બેગ ) તથા રોકડ રકમ પૈકી રૂપીયા 500 તથા ચાના વેપારના હીસાબની ચોપડીઓ તથા એક ઓઇલની બોટલ તથા પેપર સ્પ્રે ( મરચાનો સ્પ્રે ) મુદ્દામાલ રીકવર કરી અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 45

    સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

    આરોપીઓ પોતાની પાસે ઓઇલ રાખી રાહદારી માણસોની ગાડી ઉપર ઓઇલ નાખી ડ્રાઇવરને ઓઇલ લીક થાય છે. તેમ કહી ગાડીમાંથી નીચે ઉતારી ગાડીમાં પડેલ કીમત સામાન તથા થેલાની ચોરી કરવાની ટેવ વાળા છે તથા કોઇ ઇસમ ચોરી કરવામાં અવરોધ કરે તો પેપર સ્પ્રે મોઢા ઉપર નાખી લુટ અને ચોરીને અંજામ આપતા હતા.

    MORE
    GALLERIES

  • 55

    સિદ્ધપુરઃ ચોરીના સામાન સાથે ત્રણ લબરમૂછિયા ચોર ઝડપાયા, ચોરી કરવા માટે દોડાવતા હતા ગબજનું ભેજું

    આરોપી ( 1 ) રોહીત બજરંગ રાજુ જાતે - તેલી રહે - કોટા ( બુંદીકોટા ) રાયપુર ટકેનીયા રાજસ્થાન ( 2 ) શીવા મધુકર ( રાજુ ) ગાયકવાડ રહે - જલગાંવ રેલ્વેસ્ટેશન ની બાજુમાં મહારાષ્ટ્ર ( 3 ) ક્રીષ્ના રાજુ યાદવ રહે - મુજકપુર સેનરાય ઝુપડપટ્ટી મા મહારાષ્ટ્ર ત્રણ એ આરોપી એ અન્ય કેટલી જગ્યા એ ચોરી તેમજ લૂંટ કરી છે  તેને લઈ  હાલ તો સિદ્ધપુર પોલીસ સઘન પૂછ પરછ હાથ ધરી છે.

    MORE
    GALLERIES