Home » photogallery » north-gujarat » Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

radhanpur girl attack news: રાધનપુરમાં યુવતી પર હુમલા મામલે સમાજના આગેવાનો અને હિન્દુ યુવા વાહીની સહિતના સંગઠન (hindu vahini) દ્વારા રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે રાધનપુર સજ્જડ બંધ (Radhanpur bandh) રહયુ હતું.

विज्ञापन

  • 15

    Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

    સંજય ટાંક, રાધનપુર: રાધનપુર (Radhanpur news) નજીક આવેલા ગામમાં એક વિધર્મી યુવકે એક યુવતીના ઘરમાં (knife attak on girl) ઘુસી હુમલો કર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે યુવતીના પરિવાર જનોને ન્યાય અપાવવા ભાજપના નેતા (BJP leader) અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી મેદાને (ex minister shankar chaudhary) ઉતર્યા છે. સાથે તેઓએ ધંધુકામાં યુવકની હત્યામાં પણ ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

    આ મામલે તેઓએ ગૃહ મંત્રીને પણ રજુઆત કરવાની તૈયારી બતાવી છે. રાધનપુરમાં યુવતી પર હુમલા મામલે સમાજના આગેવાનો અને હિન્દુ યુવા વાહીની સહિતના સંગઠન દ્વારા રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે રાધનપુર સજ્જડ બંધ રહયુ હતું. અને ઘટનામાં યુવતીને ન્યાય અપાવવા મોટીસંખ્યામાં સમાજના યુવાનો અલગ અલગ જિલ્લા માંથી એકત્ર થયા હતા.

    MORE
    GALLERIES

  • 35

    Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

    એક તબકકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે હેતુથી નેતા શંકર ચૌધરીએ સમય સુચકતા વાપરી. મોટી સંખ્યા યુવાનો એકત્ર થયા હતા ત્યાં જ પોલીસ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાવી દેવાનો નિર્ણય કર્યો. યુવાઓને સંબોધતા તેમને જણાવ્યું કે આ પ્રકારની ઘટના ચલાવી લેવાય નહિ. દીકરી કોઈની પણ હોય કોઈપણ અસામાજિક તત્વ બળજબરીથી વશ કરી શકે તેની સામે સમાજના ભાઈઓ ઉભા છે.

    MORE
    GALLERIES

  • 45

    Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

    સમાજના ભાઈઓ સમાજની દીકરીઓની રક્ષા કરવા સક્ષમ છે.  કાયદાના માધ્યમથી તેમને ભાન થાય તેવા પગલાં લેતા અચકાશે નહિ. ધંધુકા અને રાધનપુર બન્ને ઘટના માં અસામાજીક તત્વોને કાયદો તેની ભાષામાં જવાબ આપે તે જરૂરી હોવાનું ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું છે. એટલું જ નહી અહીંના 20-25 યુવાનોની ટીમ બનાવી બંને ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી રજુઆત ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કરવાનું પણ તેઓએ નક્કી કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 55

    Radhanpur News: યુવતી ઉપર હુમલો કરનારને કડક સજાની માગ, BJP નેતા શંકર ચૌધરી મેદાને

    મહત્વનું છે કે પાટણના એસ.પી. અને પ્રાંત અધિકારીને  આવેદન પત્ર આપ્યા બાદ શંકર ચૌધરી યુવતીના પરિવારજનોને મળવા માટે તેઓના ગામ ગયા હતા. જ્યાં તેઓને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

    MORE
    GALLERIES