Home » photogallery » north-gujarat » પાટણ: તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યાં

પાટણ: તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યાં

પરિવારને ઘટનાની જાણ થતા, જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ, તેવું દુખ આવી પડતા શોકમય વાતાવરણ બની ગયું છે.

विज्ञापन

  • 14

    પાટણ: તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યાં

    નદી, તળાવ, દરિયો, સ્વિંમિંગ પુલ જોઈ પાણીમાં કૂદકો લગાવવાની મજા જ કઈંક અલગ છે. પાણી જોઈને ભલ ભલા લોકોને ન્હાવાનું મન થઈ જાય છે. તેમાં પણ બાળકો તો રીતસર ગાંડા થઈ પાણીમાં મસ્તી કરવા થનગને છે. પરંતુ ક્યારેક સાવધાની રાખવામાં ન આવેતો મોટી દુર્ઘટના સર્જાતી હોય છે, અને જીવ ખોવાનો વારો આવે છે. આવી જ એક દુર્ઘટના પાટણના સાંતલપુરના એક ગામમાં સર્જાઈ છે. અહીં તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડુબ્યા, જેમાં બેના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 24

    પાટણ: તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યાં

    પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામના બાળકો ગામની ભાગોળે આવેલા તળાવમાં ન્હાવા પડ્યા હતા. બાળકો મ્તી કરતા કરતા તળામાં ઉંડા પાણીમાં ચાલ્યા ગયા, બાળકોએ પાણીમાં ડુબવાથી બચવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ આખરે પાણીમાં ગરકાવ થઈ ગયા.

    MORE
    GALLERIES

  • 34

    પાટણ: તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યાં

    આ ઘટનાની જાણ થતા લોકોએ બચાવ કામગીરી હાથ ધરી પરંતુ ત્યાં સુધીમાં તો બાળકના પ્રાણ પંકેરૂ ઉડી ગયા. સ્થાનિક લોકો અને ફાયરની ટીમે હાલમાં બે બાળકોના મુૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા છે, પરંતુ શંકા છે કે, હજુ પમ અન્ય બાળકો પમ તેમની સાથે ન્હાવા તળાવમાં પડ્યા હતા.

    MORE
    GALLERIES

  • 44

    પાટણ: તળાવમાં ન્હાવા પડેલા બાળકો ડૂબ્યા, 2નાં મૃતદેહ મળ્યાં

    ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા છે. બાળકોના પરિવારને ઘટનાની જાણ થતા, જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ, તેવું દુખ આવી પડતા શોકમય વાતાવરણ બની ગયું છે. પોલીસે બંને બાળકને નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવાનું કરી વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES