Home » photogallery » north-gujarat » પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

પોલીસ દ્વારા પુછતાછ તેઓ ભાવુક થઈ ને રડી પડ્યા હતા અને કહ્યું કે, 'મને કંઈ ખબર નથી શુ થયું, ઘરમાં તેમને કોઈ તકલીફ પણ ન હતી.'

  • 14

    પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

    અશરફ ખાન, પાટણ : કોરોનાકાળમાં રાજ્યમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. કોઈ આર્થિક સમસ્યા, તો કોઈ માનસિક સમસ્યાને લઈ આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજે પાટણ જિલ્લાના ચાણસ્મા નજીકથી પસાર થઈ એક કેનાલમાં પટેલ પરિવારના ત્રણ સભ્યોએ મોતની છલાંગ લગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર લખાય ત્યાં સુધી પોલીસને હજુ એક પણ લાશ મળી આવી નથી, શોધખોળ ચાલુ છે.

    MORE
    GALLERIES

  • 24

    પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

    પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ ચાણસ્મા તાલુકાના રામગઢ પાસેથી પસાર થતી કેનાલમાં મહિલાએ પોતાની બે વર્ષની બાળકી અને માતા સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની આશંકા છે. કેનાલમાં પરિવારના ત્રણ સભ્યોએ મોતની છલાંગ લગાવી હોવાની વાત મળતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં કેનાલ પાસે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતા પોલીસ પણ કેનાલ પાસે દોડી આવી છે અને તરવૈયાની મદદથી હાલ કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ હજુ સુધી એક પણ લાશ મળી નથી.

    MORE
    GALLERIES

  • 34

    પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

    વિગતે ઘટનાની વાત કરીએ તો, આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા, પોલીસને જાણ કરવામાં આવી હતી. કેનાલમાં ભુલાપુરા ગામની મહિલાએ પુત્રી અને માતા સાથે છલાંગ લગાવી તે સ્થળ પરથી એક્ટિવા મળી આવ્યું છે. પોલીસે તુરંત તપાસ હાથ ધરી મહિલાના પતિને બોલાવતા, ભોગ બનનાર મહિલાના પતિ બાબુલાલ પટેલે, 'પ્લેઝર અમારૂ છે, તેવું ઓળખી બતાવ્યું છે', તેમની જોડેથી વધુ માહિતી મેળવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા પુછતાછ તેઓ ભાવુક થઈ ને રડી પડ્યા હતા અને કહ્યું કે, 'મને કંઈ ખબર નથી શુ થયું, ઘરમાં તેમને કોઈ તકલીફ પણ ન હતી.'

    MORE
    GALLERIES

  • 44

    પાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

    હાલમાં ચાણસ્મા પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ત્રણેની શોધખોળ ચાલુ છે પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી હજુ સુધી પોલીસ કે તરવૈયાઓને કઈ મળ્યું નથી. બીજી બાજુ પોલીસે પાણીમાં છલાંગ લગાવનાર મહિલાના પતિની પૂછપરછ હાથ ધરી મહિલાના આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. પોલીસ અને તરવૈયા માટે હવે અંધારી થઈ જતા શોધખોળ કરવી મુશ્કેલ બની ગઈ છે. આટલા સમય સુધી લાશ ન મળતા ત્રણ વ્યક્તિમાંથી કોઈનો બચાવ થાય  તેવી આશા નહીવત જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES