Home » photogallery » north-gujarat » કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

દર્દીઓને આરોગ્યની ટીમ દ્વારા દવાઓ આપવામાં આવી સાથે સંપૂર્ણ ગામને 14 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું અને ગામના દરેક લોકોને સાત દિવસ દેશી ઉકાળો આપતા રહ્યા.

  • 17

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    અશરફખાન, પાટણ: ગુજરાતના મોટા શહેરો અને નાના ગામડાઓ સહિત પાટણ જિલ્લામાં (Patan) શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો (corona case) વધી રહ્યા તયારે વધતા જતા કેસોને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં (rural area) ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ પાટણનું (village) એક એવું ગામ જેને કોરોનાથી ડરીશું નહીં પણ તેને હરાવી શુંના સૂત્ર સાથે અને ગામના જાગૃત સરપંચ અને આરોગ્ય ટીમની (health team) મહેનતથી ગામલોકોના સાથ સહકારથી 1500ની વસ્તી ધરાવતું ગામ બન્યું છે કોરોના મુક્ત જે અન્ય ગામોને પણ પ્રેણારૂપ આપી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    પાટણ જિલ્લાના શંખેસ્વર તાલુકાનું નવીકુંવર ગામે કોરોનાને હરાવ્યું છે અને ગામ બન્યું છે. કોરોના મુક્ત નવીકુંવર ગામના બહાર અભ્યાસ કરતા વિધાયર્થીઓને કોરોના પોઝિટિવ (corona positive) આવતા ગામના જાગૃત સરપંચ દ્વારા બીજાજ દિવસે આરોગ્યની ટીમ બોલાવી અને ગામના દરેક લોકોનું કોરોના ટેસ્ટિંગ કરાવ્યું અને તેમાં અન્ય ગામના 47 જેવા લોકોને કોરોના પોઝિટિવ સામે આવ્યા પોઝિટિવ આવેલ લોકોને આરોગ્ય ટીમ દ્વારા પાંચ દિવસ ની દવા આપવમાં આવી હતી. અને 14 દિવસ હોમ કોરોનટાઇન રહેવાની સલાહ આપી હતી.

    MORE
    GALLERIES

  • 37

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    કચ્છના નાના રણ ને અડીને વસેલું 1500 જેટલી વસ્તી ધરાવતું નવીકુંવર ગામ આજની સ્થિતીએ ગુજરાતના અન્ય ગામો માટે ઉત્તમ ઉધાહરણ બન્યું છે .નવીકુંવર ગામમાં 14 એપ્રિલના રોજ સરપંચ દ્વારા આરોગ્યની ટીમ બોલાવી ગામના દરેકનું કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં એક સાથે 47 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે ગામના સરપંચ અને ગામના તલાટી દ્વારા ગામમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે ધ્યાને લઇ અલગ અલગ ટીમ બનાવી ગામના દરેક સ્થળ પર સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 47

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    જેમાં એક સાથે 47 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યારે ગામના સરપંચ અને ગામના તલાટી દ્વારા ગામમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે ધ્યાને લઇ અલગ અલગ ટીમ બનાવી ગામના દરેક સ્થળ પર સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 57

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    દર્દીઓને આરોગ્યની ટીમ દ્વારા દવાઓ આપવામાં આવી સાથે સંપૂર્ણ ગામને 14 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું અને ગામના દરેક લોકોને સાત દિવસ દેશી ઉકાળો આપતા રહ્યા અને ઓક્સિજન ઘટે નહીં તે હેતુ થી દેશી નુસકો અપનાવી કપૂરગોટી, અજમાની પોટલી બનાવી. લોકો ગામલોકોને આપી તો સમગ્ર ગામે પણ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરી કોરનાને માત આપી આજે કોરોન મુક્ત ગામ બન્યું છે.

    MORE
    GALLERIES

  • 67

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    ગામન સરપંચ ઠાકોર ધીરુભાઈનું કહેવું છેકે નવીકુંવર ગામે કોરના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરી આજે કોરના મુક્ત ગામ બન્યું છે ગામ માં એક સાથે 47 કેસો આવ્યા હતા જેમાં યુવાનો અને વૃધ્ધ પણ કોરોના સનકર્મીત થયા હતા.

    MORE
    GALLERIES

  • 77

    કોરોનાના કહેર વચ્ચે આશાનું કિરણ બનતું પાટણનું નવીકુંવર ગામ, આવી રીતે એકદમ બન્યું corona free

    ગામના સરપંચ અને તલાટી તેમજ ગ્રામ જનોની કોઠા સુજ અને કોરના ગાઈડ લાઈન પાલન કરી આજે સમગ્ર ગામે કોરોનાને હરાવી અન્ય ગામ ને પ્રેણા આપતું ગામ બન્યું છે ગામમાં 65 વર્ષીય ઠાકોર પસાભાઈ પણ કોરના પોઝિટિવ આવ્યા હતા જેઓએ કોરનાને માત આપી છે અને કહ્યું કે કોરોના થી ડરવું નહીં તેને સામે લડવું સમય સર દવા લેવી અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવું.

    MORE
    GALLERIES