પાટણ યુનિવર્સીટી કેમ્પસમાં પાસ કાર્યકતાઓએ કુલપતિ પર શાહી ફેંકીને હોબાળો કર્યો છે યુનિવર્સીટીમાં ઇલેક્ટ્રિક વાયરમેનને કારણ વગર છુટ્ટો કરતાં આ હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે યુનિવર્સિટીના ભવનનો દરવાજો તોડી કાર્યકરોએ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો પોલીસ અને પાસ કાર્યકર્તાઓ વચ્ચે આ આખી ઘટનામાં ભારે ખેંચતાણી પણ થઇ હતી પાસ કાર્યકર્તાઓ યુનિવર્સિટી ભવનમાં ચાલી રેહલી સેનેટ સભ્યોની કારોબારી મિટિંગમાં પહોંચી ગયા હતાં. જ્યાં પહેલાં કાર્યકર્તાઓએ કુલપતિને આવેદન પત્ર આપ્યુ હતું બાદમાં એક પાસ કાર્યકરે કુલપતિ પર શાહી ફેંકી દીધી હતી. શાહી ફેંકતા મામલો બીચકાયો હતો. યુનિવર્સિટીના ભવનનો દરવાજો તોડી કાર્યકરોએ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો ત્યાં હાજર સુત્રોની માનીયે તો, ફરજ પરથી છુટા કરવામાં આવેલા કર્મચારીએ જ કુલપતિ પર શાહી ફેંકી હતી. પાટણ પોલીસ દ્વારા હાલમાં તે વ્યક્તિની અટકાયત પણ કરી નાંખવામાં આવી હતી.