Home » photogallery » north-gujarat » Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે. તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે.

  • 17

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    અશરફખાન, પાટણ: માઁની  મમતા ઇતિહાસના (history) પન્નાઓમાં આજેપણ કોતરાયેલી જોવા મળે છે. એટલેજ કવિઓ પણ કહી ગયા છે કે જનનીની જોડ સખી નહિ મળે રેલોલ... કહેવાય છે કે માતાના પ્રેમ (mother love) આગળ જગતના તમામ પ્રેમ ફીકા પડી જાય છે. માતાઓ પોતાના સંતાન માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દેતા જરા પણ પાછી પાણી નથી કરતી તેવા અનેક દાખલા આપડે સમાજ જીવનમાં જોતા આવ્યા છીએ. જોકે  આવીજ એક પરંપરા (Tradition) આજે પણ સજીવન છે કે જ્યાં પોતાના બાળકોના સારા સ્વાસ્થ (kids health) માતાઓ દોટ મુકે છે. ધગધગતા તાપમાં ઉઘાડા પગે દોટ મુકતી જનેતાઓને નિહાળવો પણ એક લહાવો છે. પાટણ જિલ્લાના (Patan jilla) બ્રાહ્મણવાડા ગામમાં (brahmanwada village) આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે.

    MORE
    GALLERIES

  • 27

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે છેલ્લા છસોથી સાતસો વર્ષથી હોળીના દિવસે (Holi 2021) એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલુ સંતાન થાય તેની જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે. અને આ પ્રસંગ સમગ્રમાં ગામની મહિલાઓ જોડાય છે જેમાં જેના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો હોય તેની માતા હોળીની જેમ નિમિત્તે આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં પહેરાવી તૈયાર કરવામાં આવે છે. બાદમાં સમુહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે ત્યાર બાદ ગોગાબાપજીના મંદિરે જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે.

    MORE
    GALLERIES

  • 37

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    સમગ્ર સમાજની બહેનો આ ઉત્સવમાં જોડાય છે ઘીની સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે. આ પ્રસાદ તમામ ઘરે આપવામાં આવે છે જે મહિલાને જેમ હોય છે તે મહિલાને ગોગાબાપજીના મંદિરે દર્શન કરવાના હોય છે. ત્યાર બાદ તમામ ઉપવાસ ધારી મહિલાઓ મંદિરેથી ઉઘાડા પગે તેમના હાથમાં શ્રીફળ રાખે છે. જ્યાં તેમની પાંસલી ભરાવવામાં આવે છે. પુજારીઓ દ્વારા દોડ માં ભાગ લેનાર માતાઓના હાથ કપડાથી બાંધવામાં આવે છે તેમના બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે તેમજ ઉઘાડા પગે મહિલાઓ તેના વાળ પણ દોડતી વેળા છુટા રાખે છે.

    MORE
    GALLERIES

  • 47

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    બાદમાં પુજારી દોડ માટેની આદેશ કરતાજ મહિલાઓ ધોમ ધમતા તડકામાં ઉઘાડા પગે માર્ગપર દોટ મુકે છે આ દોડ પાછળની એક લોક વાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળકની સલામતી તેમજ સારૂ સ્વાસ્થ સારૂ રહે છે તેના માટે મહિલાઓ આ પરંપરાને પેઢી દર પેઢી આજે પણ જાળવી રાખી છે જેમાં ચાલુ સાલે ગામની 16 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થઈ અને તે તમામ બહેનોએ આ પરંપરામાં પોતાના પુત્ર માટે ભાગ લીધો છે.

    MORE
    GALLERIES

  • 57

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    ગોગા મહારાજના મંદિરેથી વેરાઈ માતાના મંદિર સુધીની લઘભગ દોઢ કિલોમીટર જેટલી લાંબી દોડ મહિલાઓ ગણત્રીની મીનીટો માજ પૂરી કરી દે છે. જોકે આ દોડમાં પરિવારની અન્ય મહિલાઓ પણ મદદ કરવા માટે સાથે દોડે છે. ત્યાર બાદ વેરાઈ માતાના મંદિરે જઈને માતાજીના દર્શન કરી આ જેમની બાધા પૂર્ણ કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 67

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    જોકે આ દોડમાં જે મહિલા પ્રથમ આવે છે. તેના પુત્ર પર માતાજીનો વિશેષ આશીર્વાદ મળે છે તેવી પણ એક માન્યતા રહેલી છે બાદમાં મંદિરે આવેલ તમામ ઉપવાસ ધારી અને દોડ ધારી મહિલાઓને મંદિરે માતાજીના પુજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે.બાદમાં આ શ્રધાની આ દોડ પૂર્ણ માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 77

    Holi 2021: પાટણના બ્રાહ્મણવાડામાં 'મમતાની મેરેથોન', ધગધગતા તાપમાં ઉઘાડા પગે માતાઓ મુકે છે દોટ

    એટલેજ કહેવાય છે ને કે દુનિયા ભલે ટેકનોલોજી પર ચાલતી હોય પરંતુ આજે પણ આસ્થા સાથે ચાલનારા લોકોની કમી નથી આમતો સાયંસ અને વિજ્ઞાનના આ આધુનિક  યુગમાં બાળકો  માતાજીના આશીર્વાદથી તંદુરસ્ત રહે તે વાત ગળે ઉતારવી જરા મુશ્કેલ જરૂ છે પરંતુ શ્રદ્ધા આગળ સાણપણ વામણા પુરવાર થાય છે તે ચોક્કસ છે.

    MORE
    GALLERIES