Home » photogallery » north-gujarat » Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

Gujarat monsoon update: આજે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

विज्ञापन

  • 15

    Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, લો પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે વરસાદના જોરમાં વધારો રહેશે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. 23થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે આજ સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. (મોજમ ડેમની તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    આજે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચાર કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પાટણના સરસ્વતીમાં ચાર કલાકમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    આ સાથે પાટણમાં બે ઇંચ, મહેસાણામાં 1.92 ઇંચ, પાટણના રાધનપુર અને વિસનગરમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વડનગ, પાટણના સાંતલપુર, અરવલ્લીના મેઘરજમાં 30 એમએમથી વધુ વરસાદ વરસ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતિ જણાવે છે કે, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, આજે બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દરિયાકાંઠે 55થી 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Rain data: રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, પાટણમાં ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 8મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

    MORE
    GALLERIES