અશરફખાન જત, પાટણ : ચાણસ્મા ડેપો (chanasma) માંથી વડાવલી જવા એસ.ટી બસમાં (ST Bus Station) બેસવા જતાં મહિલાના પર્સમાંથી રૂપિયા 3.15 લાખના દાગીના (gold) ચોરનાર મહિલા તસ્કરને (Woman Thief) પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાએ એસ.ટી. ડેપોમાંથી શિફ્તપૂર્વક ચોરી (Theft) કરી લીધી હતી. જોકે, ભોગ બનનાર મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેના આધારે આ મહિલાનો ભાંડો ફૂટી ગયો હતો.
બનાવની વિગતો એવી છે કે ચાણસ્માથી વડાવલી જવાની બસમાં પૂજાબા નામની મહિલાના પર્સમાંથી દાગીના ચોરાયા હોવાની હોવાની ધટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચાણસ્મા પોલીસે બસ સ્ટેન્ડ માં લાગેલ સીસીટીવીની તપાસ કરી હતી.પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા તેમાં શંકાસ્પદ યુવતી જોવા મળતા અને તપાસ કરી યુવતીને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સમગ્ર ગુનાહનો ભેદ ઉકેલાયો હતો. મહિલાએ ચોરેલા દાગીના પણ કાઢી આપ્યા હતા.
ચાણસ્મા એસ ટી ડેપો ખાતે થી વડાવલી જવા ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે રહેતા પૂજાબા સોલંકી એસ.ટી બસમાં બેસવા જતાં હતાં ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેઓની નજર ચુકવી મહિલાના પર્સમાંથી રૂ.3.15 લાખની કિંમતના સોના ચાંદીનાં દાગીના સિફતપૂર્વક રીતે ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે બાબતની પુજાબાને જાણ થતાં તેઓએ દાગીના ચોરી જનાર અજાણ્યા ઇસમની પરિવાર જનો સાથે તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ જગ્યાએ તેનો પત્તો ન લાગતા આખરે તેઓ દ્વારા ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી ચોર ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. પોલીસે બસ સ્ટેન્ડમાં લાગેલ સીસીટીવીના ફૂટેજ મળવી તેની પૂછપરછ કરતા યુવતી દ્વારા આ દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર યુવતી કાતરા ગામની હોવાની બાતમી મળતા પોલીસે ગણતરીના કલાકોમાં ચાણસ્માના કાતરા ગામની હાલ રહે.મોઢેરા જસોદાબેન બાબુભાઈ દેવીપૂજકને ચોરીનાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.