અસરફ ખાન, પાટણઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતો (Road Accident) દરરોજ થતા રહે છે ત્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં (Patan) એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. અહીં ચાણસ્મા હાઈવે પર જતી ઈકો કારનું ટાયર ફાટતાં ઈકો કાર પલટી મારી ગઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના (3 people died) મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. લગ્નવાળા ઘરમાં (marriage home) એક સાથે ત્રણ લોકોના મોતથી લગ્નની શરણાઈઓના સૂર માતમમાં ફેરવાયા હતા.
ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલિકાના અબિયાણા ગામમાં રહેતા ભીખાભાઈ નાયીના પુત્ર ભરતના લગ્ન હોવાથી ઘરમાં લગ્નનો માહોલ હતો. ઘરમાં મહેમાનો અને અન્ય સભ્યો ખુશ વર્તાઈ રહ્યા હતા. ઘરમાં મહેમાનોને ભોજપ પીરસાઈ રહ્યું હતું. તેવામાં એક ચોંકાવનારા સમાચાર આવતા જ આખા ઘરમાં સન્નાટો છવાયો હતો.