રાધનપુરઃ ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના (Dhandhuka murder case) આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજમાં (Bharwad samaj) આક્રોષ છે ત્યાં જ આ મામલે ATSની ટીમે પણ ધુંધુકામાં ધામા (ATS team) નાંખ્યા છે. ત્યાં જ રાધનપુરમાં યુવતી પર હુમલાને (attack on girl) લઇને હિન્દુ સમાજમાં (hindu samaj) રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાધનપુર સજ્જડ બંધનું (Radhanpur bandh) એલાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં મૌન રેલીનું પણ (Maun rally) આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો હતો.
જણાવી દઇએ કે, રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ ઘટના અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, એક યુવાનની હત્યા કરવામાં આવે અને એક યુવતી ઉપર બળજબરી પુર્વક હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ જનાક્રોશ ફૂટી નીકળ્યો છે. ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઇએ. વધુમાં તેમણે જણાવ્યું કે, એક ટીમ બનાવીને સાર્વજનીક રીતે રાજ્યના ગૃહમંત્રીને ફરી એક વખત મળવાની છીએ અને એક ઉદાહરણ રૂપ સજા થાય તેવી માંગ કરીશું.