કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણાના લાડોલ ગામના (Mehsana ladol village) પાટીદાર યુવાનને લૂંટના ઇરાદે (loot with murder) અપહરણ કરીને લૂંટ બાદ હત્યા કરીને લાશને અકસ્માતમાં ખપવાનો પ્રયાસ કરાયો હતો. પણ લાશ જોતા જ તે હત્યાનું માનીને પોલીસે અકસ્માતના બનાવમાં તપાસ કરી ત્યારે હત્યા હોવાનું જણાઈ આવ્યું હતું જે મામલે હાલમાં ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત (Accused arrested) કરી છે અને આરોપીઓ એ કઈ રીતે લૂંટના ઈરાદાને અંજામ આપીને આધેડની હત્યાનો ગુન્હો ઉકેલ્યો છે.
વડનગર પાસે લાડોલ ગામના મણીભાઈ પટેલની મળી હતી લાશઃ મહેસાણા જિલ્લામાં 3 દિવસ પહેલા મૂળ વિજાપુર તાલુકાના લાડોલ ગામના યુવાન મણીભાઈ પટેલની લાશ વડનગર પાસે બિનવારસી હાલતમાં રોડની સાઈડ પર મળી આવી હતી. જેમાં લાશને એ રીતે નાખવામાં આવી હતી કે કોઈ વાહને જાણે તેને ટક્કર મારી હોય પણ લાશની હાલત જોતા શરીર પર માર અને લાશના કાનમાંથી લોહી જોતા જ પોલીસને શંકા ગઈ હતી કે આ લાશ અકસ્માતમાં ખપવવામાં આવી રહી હતી.
3 આરોપીઓની પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યાઃ જયારે લાશની તપાસ કરતા લાડોલના પાટીદાર યુવાન શા કારણે અહીં આવ્યો તે મામલે તપાસ કરતા જાણવા માંડ્યું કે આરોપી આ વ્યક્તિના જોડે દેખાયો હતો. જે હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલો હતો. જે બાબતે તપાસ કરતા આ 3 આરોપીઓ પકડીને પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને જેલ હવાલે કરી દીધો છે.
આરોપીઓ એકલા લોકોને બનાવતા હતા નિશાનઃ મહેસાણાના વડનગર તાલુકામાં આ બનાવને પગલે પોલીસે હાલમાં 3 આરોપીઓની અટકાયત કરી છે. જેમાં સંદીપ પટેલ, રાવળ સંજય, રાવળ યોગેશ ગુનાહિત માનસ ધરાવતા વ્યક્તિઓ છે. આ ત્રણે આરોપી એવા વ્યક્તિને લૂંટ કરતા જે એકલા રહેતા હોય જેથી લાડોલના પાટીદાર મણીભાઈને આ ત્રણે આરોપીઓએ નિશાન બનાવ્યા હતા.
સંદિપ પટેલ આજીવન કેદની સજા પડ્યા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હતોઃ પ્રથમ તેમને લૂંટના ઇરાદે તેની હત્યા કરીને વડનગર રોડની સાઈડમાં લાશને નાખી દીધી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઇ રહ્યાનું પોલીસને શંકા ગઈ હતી. મહેસાણા એલ.સી.બીએ ગુનાનો ભેદ હાલમાં ઉકેલ્યો છે. જેમાં આજીવન કેદની સજા પડ્યા બાદ પેરોલ જમ્પ કરીને ફરાર આરોપી પટેલ સંદીપની મર્ડર સ્પોટ પર હાજરી જોવા મળી હતી. જેથી હાજરીને કારણે પોલીસને શંકાના આધારે આરોપીને દબોચી લીધા હતા.
આરોપીઓએ અનેક ગુનાની કરી કબૂલાતઃ જેમાં લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી હતી વધુ પૂછપરછમાં વટવા અમદાવાદ ખાતે લૂંટ અને અપહરણનો ગુનો પણ કબૂલ્યો હતો સાથે ગાડીમાં અપહરણ કરીને નડિયાદ નજીક વ્યક્તિને લૂંટી લેવાના ગુનાની કબૂલાત પણ આ એ કરી છે. હાલમાં ત્રણ આરોપીની આ કેસમાં ધરપકડ મહેસાણા એલ.સી.બી એ કરી છે.
આરોપીઓ પાસેથી એક કાર સહિત બે દેશી પિસ્તોલ અને 6 કારતૂસ મળ્યાઃ આરોપીઓ પાસેથી એક કાર સહિત બે દેશી પિસ્તોલ અને 6 કારતૂસ પણ મળી આવ્યા છે. હાલમાં આ અન ડીટેક્ટ ગુન્હાને મહેસાણા એલ.સી.બી પોલીસએ ઉકેલી લીધો છે. જ્યારે આ આરોપો પહેલા પણ અનેક ગુન્હા કર્યા હોવાનું બહાર આવ્યું છે. જયારે હજુ પણ પોલીસ માની રહી છે કે બીજા ગુન્હા પણ ઉકેલાશે.