દીપિકા ખુમાણ, ગાંધીનગરઃ રાજ્યમાં ગાંધીનગરના (Gandhinagar) પાલજમાં સૌથી મોટી હોળી નાં દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવ્યા બાદ તેના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો જોવા મળ્યા હતા. ગાંધીનગરના પાલજ ગામએ (Palaj village) ફાગણી સુદ પૂનમના દિવસે (Fagani sud poonam) હોળી પ્રગટાવવામાં આવે છે જે હોળીનું વિશેષ મહત્વ છે અહીંયા હોળી પ્રગટાવીને લોકો તેના અંગારા પર ચાલે છે. જેમાં બાળકોથી લઈને મોટેરાંઓ બધા જોડાય છે.
હોળી પ્રગટ્યને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે તેના શ્રદ્ધાના કારણે ધગધગતા અંગારા ઉપર ચાલતા છતાં આજદિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને ઈજા પામ્યો નથી. હોળી પ્રગતવ્ય પછી પહેલા મહાકાળી મન્દિર ના પૂજારી અને ત્યાર બાદ ગ્રામ જનો અગારા પર ચાલે છે.