મયૂર માંકડિયા, ગાંધીનગર : 2022ની ચૂંટણી (Gujarat Election) પહેલા ભાજપ (Gujarat BJP) એક બાદ એક નેતાઓ વાપસી કરી રહ્યા છે. ત્યારે પૂર્વ એમએલએ પ્રાગજી પટેલ બાદ હવે ભાજપના પુર્વ ધારાસભ્ય અને પુર્વ અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ કમા રાઠોડે આજે ઘર વાપસી કરી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ એમએલએ પ્રાગજીભાઈ પટેલ પણ જોડાયા હતા.કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પુન: પ્રવેશ્યા અને કેસરિયો ધારણ કર્યો.
જોકે, પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ સાથે ભીખાભાઈ પટેલ તેમજ સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. કમા રાઠોડ અગાઉ ભાજપના અમદાવાદ જિલ્લા પ્રમુખ પદે હતા. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય કરમશીભાઈ મકવાણાના પુત્ર કનુ મકવાણાને ટિકિટ આપી હતી. જેથી નારાજ થયેલા કમાભાઈ રાઠોડે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ હતું અને સાણંદથી અપક્ષ ઉમેદવારી નોંધાવી અને અપક્ષમાંથી ચૂંટણી હાર્યા હતા. 2022ની ચૂંટણી સમયે કમા પટેલનું ભાજપમાં કમબેક કરી રહ્યા છે. આજે કમબેક સમયે શક્તિપ્રદર્શન પણ જોવા મળ્યું છે.
ભાજપમાં પ્રવેશ બાદ તમામ નારાજગી દૂર થવાની વાત કરતા કમા રાઠોડે જણાવ્યું હતું કે, આજે તેમણે ભાજપમાં પુન : પ્રવેશ કર્યો છે. આજથી ભાજપમાં પ્રવેશ્યા બાદ હવે પક્ષ માટે કામગિરી કરવાનો નિર્ધાર કરી લીધો છે. કોઈપણ લાલચ કે કમિટમેન્ટ વિના પાછો ફર્યો છું, કેમકે મારું મૂળ ગોત્ર ભાજપ છે, ભાજપમાં જીવિશ ત્યાં સુધી રહીશ વાત કરી.
જીભ લપસવા અંગે પૂછ્યું તો કહેવા લાગ્યા કે, ઉત્સાહમાં આવુ થયું હોવાનું પણ જણાવ્યું.જોકે ભાજપમાં વાપસી કરી રહેલા કમાં રાઠોડ અને કાર્યકરો જોડાતાની સાથે ભાજપ દ્વારા આરંભેલા સુપોષણ અભિયાન અંગે પણ પરિચય પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલા સુપોષણ અભિયાનમાં સહયોગ આપવા માટે કમા રાઠોડ પોતાની સાથે અંદાજે 1000 કિલો ચણા લઈને આવ્યા હતાં. ભાજપનો દાવો છે કે, કમા રાઠોડ અને થોડા દિવસ અગાઉ માંડલના પુર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલના ભાજપ પ્રવેશથી અમદાવાદ જીલ્લામાં ભાજપની સ્થિતી વધુ મજબૂત બનશે.