સંજય ટાંક, અમદાવાદ : રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્ય છેલ્લા ત્રણ દિવસથી આંદોલન પર છે. 4200 ગ્રેડ પેની જગ્યાએ 4400 ગ્રેડપેની માંગ સાથે આચાર્યોને બે દિવસથી વિરોધ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. પહેલા અને બીજા દિવસે વિરોધ માટે આવેલા HTAT આચાર્યોની અટકાયત કરતા ત્રીજા દિવસે આચાર્યોએ આંદોલનની રણનીતિ બદલી છે. પ્રતીક ઉપવાસ માટે પરમિશન નહિ મળતા આચાર્યોએ હવે સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ કર્યું છે. અને સાથે સાથે આચાર્યોએ સ્કૂલમાં કાળી પટ્ટી ધરણ કરી કામ શરૂ કર્યું છે.
રાજ્યભરના HTAT આચાર્યો પડતર પ્રશ્નોને લઈ આંદોલનના માર્ગે છે. અનેક વખત સરકારને રજુઆત બાદ પણ નિરાકરણ ના આવતા આંદોલન શરૂ કર્યું છે. પડતર પ્રશ્નોમાં 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા માંગ તેમજ 2012માં HTAT કેડર લાગુ કરાઇ પરંતુ હજુ સુધી નિયમો બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતા શિક્ષકોનો પગાર વધારે હોવાનું આચાર્યો જણાવે છે.