રાજ્યમાં (Gujarat) કોરોના સંક્રમણ (Coronavirus) ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતનાં આરોગ્ય વિભાગે ખાનગી લેબોરે઼ટરીઓને (private lab) પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ (Rapid anti body test) કરવાની મંજૂરી આપી દીધી છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે, આ માટે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે. ELISA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550નો ખર્ચ થશે, તેમ જણાવવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)
નોંધનીય છે કે, વિવિધ ખાનગી લેબોરેટરીઓએ સરકાર પાસે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાની માગણી કરાઈ હતી. જેથી કેટલીક શરતોને આધિન તેમજ ચોક્કસ યોગ્યતા ધરાવતી ખાનગી લેબોરેટરીઓને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવાની મંજૂરી અપાઈ છે. જે મુજબ લેબમાં એમડી પેથોલોજીસ્ટ કે એમડી માઈક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત ઉપલબ્ધ હોવા જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)
સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, ટેસ્ટ માટે ICMR માન્યતા પ્રાપ્ત ELISA કે CLIA રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે. ELISA ફોર એન્ટીબોડી ટેસ્ટ જો દર્દી લેબમાં કરાવે તો રૂ.450 અને GJA ફોર એન્ટીબોડી ટેસ્ટ કરાવે તો રૂ. 500નો ચાર્જ લેવાનો રહેશે. આ સાથે લેબોરેટરીએ જે-તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે-તે જિલ્લા/કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહિ. (પ્રતિકાત્મક તસવીર)