

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના (Gujarat Bypoll) પરિણામ માટે મતગણતરીનો (vote counting) થઇ રહી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. જે બાદ EVMના મતો ગણાશે. હાલ પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ગુજરાતની આઠ વિધાનસભા બેઠક પર ભાજપે બાજી મારી છે. મોરબી બેઠક પર થોડા સમય માટે કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો પરંતુ ત્યાં પણ હવે બીજેપીનાં ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. બીજેપીની આગેકૂચને કાર્યકર્તાઓ અને નેતાઓ ઉજવી રહ્યાં છે.


બીજેપીનાં કાર્યકર્તાઓ અને નેતાઓ કમલમ ખાતે ભેગા થયા છે. જ્યાં તેઓ ઢોલ નગારા સાથે આગેકૂચની ઉજવણી કરી રહ્યાં છે.


આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, 'પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ”


સી.આર. પાટીલે જણાવ્યું કે “કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીનો જે કામ કરવાની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે.”