

ગાંધીનગર : કલોલમાં પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સીટી સોસાયટીમાં આજે સવારે ભેદી બ્લાસ્ટ થયા હતા જેના કારણે બે મકાનો ધરાશાયી થયાં છે. જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, બે મકાનની આસપાસના અન્ય મકાનોના પણ કાંચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, ગેસ કંપની તેમજ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઉપરાંત કલોલ નગરપાલિકા, કલોલ તાલુકા અને સિટી પોલીસ સહિત મામલતદાર પ્રાંત સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ ઓએનજીસીની પાઇપલાઇનના કારણે થયો હતો. જોકે, આ દાવો ઓએનજીસીએ નકારી દીધો છે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી હતી.


આ સોસાયટીના રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આ બ્લાસ્ટ ઓએનજીસીની પાઇપલાઇનને કારણે જ થયો છે. સવારે ઓએનજીસીના અધિકારી અહીં આ જોવા પણ આવ્યા હતા પરંતુ તેઓ પોતાની જાતને રહીશોથી બચાવીને જતા રહ્યાં પરંતુ તેમની ગાડી પર ઓએનજીસીનું સિમ્બોલ હતું. આ ઓએનજીસીની લાઇન અહીં છે અને આ દૂર્ઘટનાને ચારથી પાંચ કલાક થયા તો પણ આ સળગી રહ્યું છે. તો આ કંપનીને કોણ સપોર્ટ કરી રહ્યું છે એ વિચારવા જેવુ છે. આ સાથે જાણવા મળી રહ્યું છે કે, સ્થાનિકોએ કાટમાળ હટાવવાની કામગીરી અટકાવી દીધી હતી અને લેખિતમાં બ્લાસ્ટનું કારણ આપવા માંગ કરી છે.


બીજી તરફ આ અંગે ઓએનજીસી તરફથી સત્તાવાર નિવેદન આવ્યું હતું કે, અકસ્માત સ્થળે ઓએનજીસી પાઇપલાઇન જ નથી. આ ઉપરાંત રેન્જ આઇજી, અભય ચૂડાસમાના જણાવ્યા પ્રમાણે, આજે વહેલી સવારે ધડાકા સાથે બે મકાન ધરાશાયી થયા છે જેમા બે લોકોના મૃત્યુ અને એક ઇજાગ્રસ્ત થયા છે. સંભવતહ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને કારણે આ બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઓએનજીસીની પાઇપ લાઇન જતી હોય ત્યાં સામાન્ય રીતે મકાન ન બની શકે એવો નિયમ છે, પણ એ તપાસનો વિષય છે.


ગાંધીનગર કલેક્ટર, કુલદીપ આર્યના આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક મકાન કમ્પલીટલી ડેમેજ છે. એફએસએલ, સાબરમતી ગેસ અને ઓએનજીસીના અધિકારીઓ સાથે અમે સ્થિતિનો તાગ મેળવ્યો છે. સાબરમતી ગેસનો સપ્લાય આખા વિસ્તારમાં છે. પ્રથમ દ્રષ્ટિએ બંધ મકાનમાં ડોમેસ્ટીક ગેસ લીકેજના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે.


આ દુર્ઘટના બાદ, ત્યાંના રહીશોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. હાલ એ લોકોની એક જ માગં છે કે આ દૂર્ઘટના પાછળનું ચોક્કસ કારણ અમને લેખિતમાં જણાવો.તો બીજી તરફ કલોલમાં બનેલી દુર્ઘટના અંગે ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે ટેલિફોનિક વાત કરી ઘટનાની માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી. તેમજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી હતી. આ સાથે તેમણે આ મામલે રિપોર્ટ માંગ્યો