ગાંધીનગર: યૂક્રેનથી (Russia Ukraine) ઓપરેશન ગંગા (Ganga Mission) હેઠળ ચોથી ફ્લાઇટમાં 194 ભારતીયોને (Evacuation) લાવવામા આવ્યા હતા. જે પૈકીના 27 ગુજરાતી વિદ્યાર્થીઓ (students from Ukraine) આજે સવારે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓને દિલ્હીથી ખાસ બસમાં આજે ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓને આવકાર્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ સર્કિટ હાઉસ આવતા જ તેમના ખબર અંતર પૂછી દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે.
આ અંગે જીતુ વાઘાણીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવયું કે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહ ગુજરાત પરત આવેલ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેઓના પરિવાર સાથે મળવાનું થયું. તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ ફ્લાઇટમાં હેમખેમ વતન પરત લાવવા બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી દિલ્હી આવેલા 194 વિદ્યાર્થીઓમાંથી તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ આજે સવારે ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગર આવ્યાં બાદ તમામ વિદ્યાર્થીઓને તેમના ઘરે મોકલવામાં આવશે. તે પહેલા રાજ્યનાં મુખ્યમંત્રી આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારને મળ્યા હતા. અંદાજે 100 ગુજરાતી વિદ્યાર્થીઓ આજે પરત ફર્યા છે. અત્યર સુધીમાં 4 ફલાઈટમાં 907 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે.
નોંધનીય છે કે, યૂક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષણમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરૂ કરી છે. હેલ્પલાઈન નંબર - 079- 232- 38278. Email – nrgfoundation@yahoo.co.in રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.
રિપોર્ટ અનુસાર યુદ્ધ વચ્ચે યૂક્રેનમાં અનેક ભારતીયો પાસે શેલ્ટર અને ભોજન જેવી પણ વ્યવસ્થા નથી. તેમના મોબાઇલ ફોનની બેટરીઓ પણ ડિસ્ચાર્જ થવા લાગી છે. ચાર્જિંગ માટેની સુવિધાઓ પણ નથી. હાલ તેમને ચેકપોઇંટ પાર કરવાની અનુમતી નથી આપવામાં આવી. હાલ ભારતીય એરલાઇન્સ દ્વારા આ વિદ્યાર્થીઓ અને ફસાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.