

ગાંધીનગર : હાલ ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા (Board Exam) ચાલી રહી છે. ત્યારે આજે ત્રણ દિવસની રજા (Holiday) બાદ ધોરણ 10માં ગણિત (Mathas) , ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર (Economics) અને ધોરણ 12 સાયન્સમાં જીવવિજ્ઞાનનું (biology) પ્રશ્નપત્ર છે. આ ત્રણેય વિષય મોટાભાગનાં બાળકોને અધરા લાગતા હોય છે. તો શું હોળી અને ધુળેટીનાં તહેવારો બાદ આટલા અધરા પેપર રાખવા કેટલા યોગ્ય છે? તે પણ સવાલ છે. ધુળેટીએ બાળકોનાં મનગમતા તહેવારોમાનો એક ઉત્સવ છે. જો CBSCની વાત કરીએ તો, ધુળેટી બાદ એક રજા આપીને પછી એટલે 12મી તારીખેને ગુરૂવારે ધોરણ 10નું ગણિતનું પેપર રાખેલું છે.


નોંધનીય છે કે, ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1.43 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5. 27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ શાંતીપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે અર્થે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.


જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં વર્ગખંડોમાં CCTVની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.